________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુખ હોય
૨૭૩ જેમ જેમ નગરમાં ઢંઢેરો ફેલાવા લાગ્યો તેમ તેમ હજારો સ્ત્રી-પુરુષો જ્ઞાનધર મહામુનિનાં દર્શન-વંદન કરવા નગરની બહાર જવા લાગ્યાં. નગરમાં આનંદ-આનંદ છવાઈ ગયો.
બાહ્ય ઉદ્યાન હજારો સ્ત્રી-પુરુષોથી ઊભરાઈ ગયું. મહારાજા રિપુમર્દન રાજપરિવાર સાથે આવી પહોંચ્યા. મુનિરાજનાં દર્શન કરી સહુના મનમયૂર નાચી ઊઠ્યા. સહુએ મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા દીધી. વિધિપૂર્વક વંદના કરી. સુખશાતા પૂછી. મહારાજાએ મુનિરાજને પ્રાર્થના કરી:
હે ગુરુદેવ, આપે મારા નગરને પાવન કર્યું છે. હવે અમને ધર્મદેશના આપી અમારા ત્રિવિધ તાપ શાંત કરવા કૃપા કરો.”
મુનિરાજ શ્રી જ્ઞાનધર અવધિજ્ઞાની મહામુનિ હતા. ત્રિકાળજ્ઞાની હતા. ઉચ્ચ કોટિના ચારિત્રધર્મનું પાલન કરતા હતા. મગધ દેશમાં તેઓની પ્રસિદ્ધિ હતી. મહામુનિએ ધર્મદેશના શરૂ કરી:
મહાનુભાવો, ચતુર્ગતિમય આ સંસારમાં મનુષ્યજીવન મળવું ઘણું દુર્લભ છે. કર્મોને પરવશ પડેલા અનંત અનંત જીવો આ સંસારમાં પરિભ્રમણ કરે છે. અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુ:ખોને ભોગવે છે. જ્યારે એવા વિશિષ્ટ કોટિના પુણ્યકર્મનો ઉદય થાય છે ત્યારે જીવને મનુષ્યભવ મળે છે. આર્યદેશમાં જન્મ મળે છે. સંસ્કારી માતા-પિતા મળે છે.
મનુષ્યજીવનમાં સદ્ધર્મનું શ્રવણ તો તેના કરતાંય ચઢિયાતા પુણ્યના ઉદયથી મળે છે. ગુરુનો યોગ પ્રાપ્ત થવાં ઘણો ઘણો દુર્લભ હોય છે. એમના મુખે મોક્ષમાર્ગનો બોધ પ્રાપ્ત થયા પછી, એ બોધ પર વિશ્વાસ થવો જોઈએ. આત્માની મુક્તિ મેળવવાનો આ જ સાચો માર્ગ છે.” આવી અવિચલ શ્રદ્ધા થવી જોઈએ. શ્રદ્ધાનો દીવો ઝળહળતો રહેવો જોઈએ.
એ શ્રદ્ધામાંથી એવો વર્ષોલ્લાસ પ્રગટે કે આત્મા ચારિત્રધર્મનું પાલન કરવા તત્પર બને. આ માનવજીવન ચારિત્રધર્મનું પાલન કરવા માટેનું જ ઉત્તમ જીવન છે. | હે મહાનુભાવો, આત્મા પર લાગેલાં અનંત અનંત કર્મોને તોડવાનો મહાન પુરુષાર્થ ચારિત્રમય-સંયમમય જીવનમાં જ થઈ શકે છે.
સંસારનાં વૈષયિક સુખો તો હળાહળ ઝેરથી પણ વધુ ભયાનક છે. એ સુખોમાં લીન ન બનવું જોઈએ. સુખોનો રાગ અને દુઃખોનો વેષ જીવને મોહાંધ
For Private And Personal Use Only