________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૨
પ્રીત કિયે દુ:ખ હોય
ધનાવહ શ્રેષ્ઠીએ રાજદૂતને મૂલ્યવાન રત્નોનો હાર ભેટ આપ્યો. મંદિરોમાં મહોત્સવ મંડાવ્યા. ભવ્ય ભોજન સમારંભ યોજ્યો. ગરીબોને છૂટે હાથે દાન આપ્યું.
રાજા રિપુમર્દને કેદીઓને મુક્ત કર્યા. સમગ્ર રાજ્યમાં મહોત્સવો મંડાવ્યા. પ્રજા આનંદિત બની...
અમરકુમારે મૃત્યુંજયને બેનાતટનગરે જવા રવાના કર્યો, ગુણમંજરીને પુત્ર સાથે ચંપા લઈ આવવા માટે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા રિપુમર્દનની રાજસભા ભરાઈ હતી. અમરકુમાર મહારાજાની પાસેના જ સિંહાસન પર બેઠો હતો. રાજસભાનું કાર્ય શરૂ થઈ ગયું હતું. ત્યાં ઉઘાનપાલકે રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી તેણે નિવેદન કર્યું:
‘મહારાજા, જ્ઞાનધર નામના મહામુનિએ અનેક મુનિજનો સાથે ચંપાનગરીને પાવન કરી છે. હે કૃપાવંત, એ મહામુનિ સૂર્ય જેવા તેજસ્વી છે, ચંદ્ર જેવા શીતલ છે, ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત છે. તેઓની આંખોમાંથી કૃપા વરસે છે. તેમની વાણીમાંથી જ્ઞાનનાં પુષ્પો ખરે છે!
હે રાજેશ્વર, આવા મુનિવર ચંપાના બાહ્ય ઉદ્યાનમાં સમવસર્યા છે.’
મહારાજા રિપુમર્દન હર્ષથી ગદ્ગદ્ થઈ ગયા. સિંહાસન ઉપરથી ઊભા થયા. બાહ્ય ઉદ્યાનની દિશામાં સાત પગલાં ચાલીને તેમણે મહામુનિને ભાવપૂર્વક વંદના કરી. ત્યારબાદ વનપાલકને સોનાની જીભ ભેટ આપી, અનેક અલંકારો ભેટ આપ્યા, અને મહામંત્રીને કહ્યું:
નગરમાં ઢંઢેરો પિટાવો કે નગરની બહાર ઉદ્યાનમાં જ્ઞાનધર મહામુનિ પધાર્યા છે. સૌ નગરજનો એ મહામુનિનાં દર્શન કરી પાવન બને, એમનો ઉપદેશ સાંભળી ધન્ય બને.
હસ્તીદળ, અશ્વદળ, રથદળ અને પાયદળને તૈયાર કરો, સારી રીતે શણગાર કરાવો. રાજપરિવાર સહિત હું એ પૂજ્ય મુનિભગવંતનાં દર્શન કરવા જઈશ. રાજસભાનું કામ સ્થગિત કરી દો.’
રાજસભાનું કામ પૂર્ણ થયું. અમરકુમાર અને સુરસુંદરી પણ મહારાજા સાથે જવા તૈયાર થયાં. શ્રેષ્ઠી ધનાવહ અને શેઠાણી ધનવતી પણ સુંદર વસ્ત્રભૂષણ સજીને ગુરુવંદને જવા તૈયાર થયાં.
For Private And Personal Use Only