________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીએ અમરકુમારને જોયો... જાણે અભેદભાવે જોયો!
“આજે પ્રભાતે શ્રી નવકારમંત્રનું ધ્યાન પૂર્ણ થયા પછી.. સહજપણે જ આત્મચિંતન શરૂ થઈ ગયું છે... આત્માનો અનંત ભૂતકાળ.. અનંત ભવિષ્ય... જન્મ. મૃત્યુ... આ બધા વિચારો આવ્યા કરે છે...”
આવા વિચારો તેં વર્ષો સુધી કર્યા છે ને... આ ચિંતને તો તને જીવનને જીવવાની હામ આપી છે... તારા પ્રિય વિચારો છે આ બધા!'
ચંપામાં આવ્યા પછી આ વિચારો ક્યારેક જ આવે છે. સંસારનાં બધાં સુખ મળી ગયાં છે ને! પિતૃગૃહે પણ સુખ અને પતિગૃહે પણ સુખ! પતિનું પૂર્ણ સુખ અને સંપત્તિની પણ કોઈ કમી નહીં! સ્નેહી સ્વજનોનું સુખ અને નિરોગી દેહનું પણ સુખ! મારી પાસે કયું સુખ નથી?'
એક સુખ નથી...!' અમરકુમારે કહ્યું. “એ સુખની ઇચ્છા પણ નથી. એ સુખ તો બંધન બની જાય! એ બંધન નથી એટલે તો એક શ્રેષ્ઠ સુખ મેળવવાનો માર્ગ ખુલ્લો છે!'
પરંતુ સ્ત્રીના જીવનમાં સંતાનનું સુખ તો ઘણું મહત્ત્વનું સુખ મનાયેલું છે. સંતાનની ઇચ્છા સ્ત્રીમાં પ્રબળ હોય છે.. ને?”
પરંતુ મને એ ઇચ્છા જ નથી જાગી!”
કારણ કે જિનમંદિરોના નિર્માણની અને જિનપ્રતિમાઓના નિર્માણની ઇચ્છાઓ પ્રબળ છે ને! સુપાત્ર દાનની અને અનુકંપાદાનની ઇચ્છાઓ તીવ્ર છે ને! આ ઇચ્છાઓએ પેલી સંતાનેચ્છાને જન્મવા જ નથી દીધી!'
સાચી વાત છે આપની, હું એક-એક નવનિર્મિત જિનમંદિરને જોઉં છું.... એક એક નયનરમ્ય જિનપ્રતિમાને જોઉં છું... ને મારા રોમરોમ વિકસ્વર થઈ જાય છે... મારું હૈયું આનંદથી નાચી ઊઠે છે...” કારણ કે પરમાત્મતત્ત્વ સાથે અંતઃકરણની પ્રીતિ બંધાઈ ગઈ છે...'
અને હવે તો મન એ પરમાત્મતત્ત્વ સાથે અભેદભાવે ભળી જવા માટે તલસે છે.. પરમાત્માની આજ્ઞાનું યથાર્થ પાલન કરવાના મનોરથ પ્રગટે છે.. ક્યારે એ જિનાજ્ઞાઓનું પાલન કરવાનો અવસર આવે..?”
For Private And Personal Use Only