________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
પ્રીત કિયે દુઃખ હોય
ઘણું સરસ મૃત્યુંજય, તું સાથે હશે એટલે અમે સંપૂર્ણ નિશ્ચિત! હું ગુણમંજરીને પહોંચાડીને તુરત પાછો ફરીશ.” “મહારાજા ગુણપાલનું હૃદય દુભાય નહીં, એમ કરજે.'
શુભ મુહૂર્તે અનેક દાસ-દાસીઓ સાથે ગુણમંજરીને લઈને મૃત્યુંજયે બેનાતટ તરફ પ્રયાણ કર્યું.
૦ ૦ ૦. એક દિવસ સુરસુંદરી પોતાના ખંડમાં, સંધ્યા સમયે એકલી ઝરૂખામાં ઊભી ઊભી વિચારોમાં ગરકાવ બની હતી. તેના અત્તરાત્માની શરણાઈ બજી રહી હતી. જીવનનાં શાશ્વત તત્ત્વોનું સંગીત સંભળાતું હતું...
“આ જીવન પૂરું થશે.. પછી? ભવભ્રમણનો અંત ક્યારે આવશે? જન્મ અને મૃત્યુનો અંત ક્યારે આવશે? સુખ-દુઃખનાં દ્વન્દ ક્યારે શાંત થશે?
હું રંગ-રાગ અને ભોગવિલાસમાં રમી રહી છું. ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં આનંદ લઈ રહી છું. કેવાં કર્મ બંધાતાં હશે? ૨ આત્મનું, ક્યારે તું આ વૈષયિક સુખોથી વિરક્ત થઈશ? ક્યારે વિરાગી બનીને... પ્રશાન્ત બનીને... આત્મધ્યાનમાં લીન બનીશ?
જાણું છું... સમજું છું કે આ વૈષયિક સુખો હળાહળ ઝેર જેવાં છે. છતાં કેમ એ સુખો મને ગમે છે? પરમાત્માને રોજ પ્રાર્થના કરું છું કે “હે પ્રભો! મારો વિષયાનંદ દૂર કરો... મને ભવવૈરાગ્ય આપો! મારા પર અનુગ્રહ કરો... હું આપના શરણે છું. હું આપને સમર્પિત છું...'
“હા, મને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે... નિરૈન્ય સાધુપુરુષો પ્રત્યે શ્રદ્ધા છે... સર્વજ્ઞભાષિત ધર્મ મારો પ્રાણ છે... મને વ્રત-તપ ગમે છે... મારી શ્રદ્ધા શું એક દિવસ નહીં ફળે?”
સુરસુંદરી આત્મમંથનમાં લીન હતી. અમરકુમાર પાછળ આવીને ઊભો રહી ગયો હતો. તે ધીરેથી બોલ્યો: આજે કોઈ ગંભીર વિચારમાં ડૂબી ગયાં છો દેવી?”
For Private And Personal Use Only