________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરી ગુણમંજરીનું ક્ષણેક્ષણ ધ્યાન રાખે છે. માલતીને તેણે ગુણમંજરીની સંભાળ રાખવાનું સોપ્યું છે.
પ્રભાતે અમરકુમાર, સુરસુંદરી અને ગુણમંજરી સાથે જ શ્રી નવકારમંત્રનો જાપ કરે છે, પંચપરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ-ધ્યાન કરે છે. ત્રણેય સાથે જ જિનપૂજા કરે છે. અમરકુમારે ચંપાનગરીની મધ્યમાં જ ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરવાનું કાર્ય શરૂ કરાવી દીધું છે. સુરસુંદરીની ભાવના મુજબ, ચંપાના રાજ્યમાં ગામે-ગામ જિનમંદિરોનાં નિર્માણ કરાવવાની યોજના ઘડી કાઢી છે. સવા લાખ જિનમૂર્તિઓ બનાવવા માટે તેણે રાજ્યના શિલ્પીઓને ચંપામાં બોલાવ્યા છે. મૃત્યુંજય દ્વારા સમગ્ર રાજ્યમાં કોને શું દુ:ખ છે તેની જાણકારી મેળવી પ્રજાજનોનાં દુઃખ દૂર કરવાનું કાર્ય આરંભી દીધું છે.
સુરસુંદરીની અને ગુણમંજરીની એક એક ઇચ્છાને પૂર્ણ કરતો અમરકુમાર ગામ-નગર અને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની ગયો. દાન, શીલ અને નમ્રતા મનુષ્યને લોકપ્રિય બનાવે જ.
ક્યારેક સુરસુંદરી અને ગુણમંજરી અમરકુમાર સાથે જુદાં જુદાં તીર્થોની યાત્રાઓ કરે છે. ક્યારેક ઉઘાનોમાં જઈને ક્રીડા પણ કરે છે. ક્યારેક સોગઠાં રમવા પણ બેસી જાય છે... - સુખમાં વર્ષો દિવસો બનીને વીતી જાય છે. દિવસો ક્ષણો બનીને પસાર થઈ જાય છે... ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થનું ઉચિત પાલન કરતો આ પરિવાર પ્રસન્નતા-પવિત્રતાભર્યું જીવન જીવે જાય છે, દાન, શીલ અને તપ એમના જીવનના શણગાર બની ગયા છે. પરમાર્થ અને પરોપકાર એમનાં વ્યસન બની ગયાં છે. પ્રભુભક્તિ અને નવકારમંત્ર એમના શ્વાસોચ્છવાસ બનેલા છે. વર્ષો વીતે છે. એક દિવસે ફરીને ચંપામાં હર્ષ રમણે ચડ્યો! ગુણમંજરી ગર્ભવતી બની હતી.
સુરસુંદરીએ ગુણમંજરીને બેનાતટનગરે મોકલવા માટે અમરકુમારને કહ્યું. અમરકુમારે સંમતિ આપી. શ્રેષ્ઠી ધનાવહે અને રાજા રિપુમર્દને ગુણમંજરીને બેનાતટ નગરે મોકલવાની તૈયારીઓ કરવા માંડી. મૃત્યુંજયે સુરસુંદરીને કહ્યું:
દેવી, ગુણમંજરીને લઈને હું બેનાતટે જઈશ. મેં મહારાજા ગુણપાલને વચન આપેલું છે...”
For Private And Personal Use Only