________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પ્રીત કિયે દુઃખ હોય
૨૬૯ “આપણે યથાશક્તિ પાલન તો કરી રહ્યાં છીએ ને?'
ઘણું જ અલ્પ! ગૃહસ્થ જીવનમાં કેટલું પાલન થઈ શકે? જિનાજ્ઞાનું સંપૂર્ણ પાલન ચારિત્રજીવનમાં જ શક્ય છે... નિરૈન્યના જીવનમાં જ સમુચિત પાલન થઈ શકે...'
ચારિત્રનું જીવન સરળ નથી. ઘણું દુષ્કર હોય છે એ જીવન..” “છતાં એ જીવન જીવવું અશક્ય તો નથી જ. હજારો સ્ત્રી-પુરુષો એવું જીવન જીવી રહ્યાં છે ને...? તો આપણે પણ એવું જીવન કેમ ન જીવી શકીએ?”
એ જીવન જીવવા માટે અપૂર્વ સત્ત્વ જોઈએ.' એવું સત્ત્વ આપણામાં પણ પ્રગટી શકે!' “જ્ઞાનમૂલક વૈરાગ્ય જોઈએ.' ‘એવો વૈરાગ્ય આપણામાં પ્રગટી શકે!”
ઇન્દ્રિયોની ઉત્તેજનાઓ, કષાયોની પરવશતા અને કષ્ટો સહન કરવાની ભીરૂતા... એ વૈરાગ્યને વેરવિખેર કરી નાખે છે...”
વૈરાગ્ય સ્થિર, દઢ અને વૃદ્ધિગત રાખવા માટે તીર્થકરોએ અનેક માર્ગો બતાવ્યા છે. જો જ્ઞાનમાં મગ્ન રહેવામાં આવે, બાહ્ય-અત્યંતર તપશ્ચર્યા કરવામાં આવે, ધ્યાનમાં લીન રહેવામાં આવે. તો વૈરાગ્ય અખંડ-અગ્નિ રહી શકે.”
“પરંતુ રાગ-દ્વેષના પ્રબળ ઉછાળા આવી જાય તો જ્ઞાન-ધ્યાન અને તપશ્ચર્યા પણ ક્યારેક બચાવી શકતાં નથી આત્માને!”
રાગ-દ્વેષનો નિગ્રહ કરી શકાય છે, સંયમ કરી શકાય છે...” પણ જો એ સંયમ રાખવામાં નિષ્ફળ જવાય તો?'
એ ભય શા માટે રાખવો? જિનાજ્ઞા મુજબ પુરુષાર્થ કરવો આપણું કર્તવ્ય! ફળની ચિંતા ન કરવી જોઈએ. નિષ્ફળતાની કલ્પના જ ન કરવી જોઈએ. પરમાત્માનો પ્રેમ... એમની ભક્તિ આપણામાં એવી શક્તિનો સંચાર કરે છે કે આપણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા શક્તિમાન બની શકીએ. ભક્તિમાંથી અપૂર્વ શક્તિ જન્મે છે.”
અમરકુમાર સુરસુંદરીની સામે જોઈ જ રહ્યો. તેના મુખ પર અપૂર્વ તેજ ચમકી રહ્યું હતું. તેની આંખોમાંથી વૈરાગ્ય નીતરી રહ્યો હતો. અમરકુમારના
For Private And Personal Use Only