________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય સારભૂત અને કલ્યાણના નિધાન સમાન આ મહામંત્રને ધન્ય જીવો જ આરાધે છે.
પવિત્ર શરીરે, પદ્માસને બેસીને, હાથને યોગમુદ્રામાં રાખી, સંવિગ્ન મનવાળા બની, સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે આ નમસ્કાર મહામંત્રનો સમ્યકુ ઉચ્ચાર કરવો જોઈએ. શારીરિક અસ્વસ્થતા વગેરેને કારણે આ વિધિ ન સચવાય એમ હોય તો પરિઘમાસા' આ મંત્રનું સ્મરણ કરવું. આ મંત્રનું સ્મરણ પણ શક્ય ન હોય તો ‘ૐ’નું સ્મરણ કરવું. આ “ૐ કાર' મોહહસ્તીને વશ કરવા માટે અંકુશ સમાન છે.
મહામંત્રનું સ્મરણ કે શ્રવણ કરતાં એમ વિચારવું કે અહો, હું સર્વાગે અમૃતથી સિંચાયો છું.... આનંદમય થયો છું... કારણ કે પરમ પુણ્યના કારણભૂત પરમમંગલમય આ નમસ્કાર મંત્ર મને મળ્યો! અહો, મને દુર્લભ તત્ત્વોનો લાભ થયો. પ્રિયનો સંગમ થયો, તત્ત્વનો પ્રકાશ થયો.. સારભૂત પદાર્થ મળી ગયો. આજે મારાં કષ્ટો નાશ પામ્યાં. પાપો પલાયન થઈ ગયાં. હું ભવસાગરને તરી ગયો!
હે યશસ્વિની! શમરસમાં ઝીલતાં ઝીલતાં ઉલ્લાસપૂર્વક શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરનાર – શ્રવણ કરનાર આત્મા પાપકર્મોને હણીને સદ્ગતિ પામે છે. દેવત્વને પામે છે... પરંપરાએ આઠ ભાવોમાં સિદ્ધિને પામે છે. માટે સુરસુંદરી, પ્રતિદિન ૧૦૮ વાર આ મહામંત્રનું સ્મરણ કરવાનું ક્યારેય ન ભૂલીશ. જે જીવાત્મા પ્રતિદિન ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરે છે, તેને કોઈ ડાકિની, શાકિની આદિ નડતાં નથી. કોઈ દેવી પ્રકોપ થતો નથી.
આ મહામંત્ર જો જન્મ સમયે સાંભળવા મળે તો આ મંત્ર જીવનમાં ઋદ્ધિ આપે છે અને મૃત્યુ સમયે સાંભળવા મળે તો સદ્ગતિ આપે છે. આપત્તિ વખતે ગણવામાં આવે તો આપત્તિઓ દૂર થાય છે અને જો ઋદ્ધિની વેળાએ ગણવામાં આવે તો ઋદ્ધિનો વિસ્તાર થાય છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં કે જ્યાં શાશ્વત સુખમય કાળ છે ત્યાં પણ આ શ્રી જિનનમસ્કાર મંત્ર જપવામાં આવે છે! પાંચ ઐરાવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખ આપનાર આ નવકારમંત્ર ગણવામાં આવે છે.
હે આત્મનું, અત્યંત ભયંકર એવા ભાવશત્રુઓના સમુદાય પર વિજય મેળવનાર અરિહંતોને, કર્મમળથી અત્યંત શુદ્ધ થયેલા સિદ્ધ ભગવંતોને, આચારને પાળનારા આચાર્યભગવંતોને, ભાવશ્રુતના દાતા ઉપાધ્યાયભગવંતોને તથા
For Private And Personal Use Only