________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્રીત કિયે દુઃખ હોય છે, તેમ નમસ્કાર મહામંત્રનો ગંભીર ધ્વનિ સાંભળવાથી મનુષ્યો તમામ બંધનોથી મુક્ત થાય છે. મહામંત્રમાં એકચિત્તવાળા જીવો માટે જળ-સ્થળ-સ્મશાનપર્વત-દુર્ગ વગેરે ઉપદ્રવનાં સ્થાનો ઉત્સવરૂપ બની જાય છે.
વિધિપૂર્વક પંચપરમેષ્ટિ-નમસ્કાર મંત્રનું ધ્યાન કરનારા જીવો તિર્યંચ ગતિ કે નરકગતિમાં જતાં નથી. આ મહામંત્રના પ્રભાવથી બલદેવ-વાસુદેવ-ચક્રવર્તીની સંપત્તિ સુલભ થઈ જાય છે. વિધિપૂર્વક ભણેલો આ મંત્ર વશીકરણ... સ્તંભન આદિ કાર્યોમાં સિદ્ધિ આપનારો બને છે. વિધિપૂર્વક સ્મરણ કરવામાં આવે તો આ મહામંત્ર પરવિદ્યાનો ઉચ્છેદ કરે છે અને ક્ષુદ્ર દેવોના ઉપદ્રવો ધ્વંસ કરે છે.
સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ- આ ત્રણેય લોકમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ જે કાંઈ આશ્ચર્યકારી અતિશય દેખાય, તે આ નમસ્કાર મહામંત્રની આરાધનાનો જ પ્રભાવ છે, એમ સમજજે, ત્રણેય લોકમાં જે કાંઈ સંપત્તિઓ દેખાય છે, તે નમસ્કારરૂપી વૃક્ષના અંકુર, પલ્લવ, કળી કે પુષ્પો છે, એમ સમજજે. નમસ્કારરૂપી મહારથ ઉપર ચડીને જ અત્યાર સુધીમાં તમામ આત્માઓ પરમપદ પામ્યા છે, એમ જાણજે,
જેઓ મન-વચન-કાયાની શુદ્ધિથી એક લાખ નવકાર મંત્રનો જાપ કરે છે તેઓ તીર્થંકર-નામકર્મ બાંધે છે.
આવા નમસ્કાર મંત્રમાં જો મન લીન થતું નથી તો ચિરકાળનાં આચરેલાં એવાં તપ, શ્રુતજ્ઞાન કે ચારિત્રધર્મનું શું પ્રયોજન છે? જે અનંત દુઃખોનો ક્ષય કરે છે, જે આ લોક અને પરલોકમાં સુખ આપનારી કામધેનુ છે અને કલ્પવૃક્ષ છે તે મંત્રાધિરાજનો જાપ શા માટે ના કરવો? દીવાથી, સૂર્યથી કે બીજા કોઈ તેજથી જે અંધકારનો નાશ નથી થતો તેનો નાશ નમસ્કાર મહામંત્રથી થાય છે.
જેમ નક્ષત્રોમાં ચંદ્ર શોભે છે, તેમ તમામ પુણ્યરાશિમાં ભાવનમસ્કાર શોભે છે. વિધિપૂર્વક આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ વાર આ મહામંત્રને જપવામાં આવે તો જપનાર મહાત્મા ત્રણ ભવમાં મુક્તિ પામે છે.
માટે હે પુણ્યશાલિની, તને કહું છું કે સંસાર-સાગરમાં જહાજ સમાન આ મંત્રના સ્મરણમાં શિથિલ થઈશ નહીં. ભાવનમસ્કાર અવશ્ય પરમ તેજ છે. સ્વર્ગ અને અપવર્ગનો માર્ગ છે. દુર્ગતિનો નાશ કરનાર અગ્નિ છે. જે ભવ્ય જીવ પ્રાણાન્ત સમયે આ મહામંત્રને ભણે, ગણે, શ્રવણ કરે... ધ્યાન કરે, તે જીવ કલ્યાણની પરંપરા પામે છે.
મલયાચલમાંથી ચંદનની જેમ અને દહીંમાંથી માખણની જેમ આગમોના
For Private And Personal Use Only