________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૫
સાધ્વીજી સુવ્રતાએ શ્રી. નમસ્કાર મહામંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરીને મંગલ
કર્યું.
‘પુણ્યશાલિની, આજે પ્રથમ દિવસે હું તને શ્રી નવકાર મહામંત્રનો મહિમા બતાવવા ઇચ્છું છું!'
સુરસુંદરી આનંદ અને આશ્ચર્યથી બોલી ઊઠી: ‘હે ગુરુમાતા, આપે મારા મનની ઇચ્છા કેવી રીતે જાણી લીધી? હું આપને આ જ પ્રાર્થના કરવાની હતી કે મને સર્વ પ્રથમ શ્રી નવકાર મહામંત્રનું સ્વરૂપ સમજાવવાની કૃપા ન કરો? અને આપે સ્વયં જ એ વાત કરી!'
‘બહુ સરસ યોગાનુયોગ બન્યો! તારી જિજ્ઞાસાને અનુરૂપ મારો પ્રસ્તાવ થયો! તું સારી રીતે મહામંત્રના સ્વરૂપને, મહિમાને અને આરાધન-વિધિને ગ્રહણ કરી શકીશ.'
‘આપ મહાન છો ગુરુમાતા!'
સાધ્વીજીએ આંખો બંધ કરી. પંચપરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ કર્યું અને પોતાનું કથનીય શરૂ કર્યું:
‘હે સુશીલે, આ વિશ્વમાં પાંચ પરમ આરાધ્ય તત્ત્વો છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પરમ ઇષ્ટ મોક્ષપદને પ્રાપ્ત કરાવનારાં આ પાંચ પરમેષ્ઠિ છે. આ પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે. આ નમસ્કાર સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. જે કોઈ જીવાત્મા પાંચ સમિતિના પાલનમાં પ્રયત્નશીલ બનીને ત્રણ ગુપ્તિથી પવિત્ર થઈ આ મહામંત્રનું ત્રિકાળ સ્મરણ કરે છે તેના શત્રુઓ મિત્ર બની જાય છે, વિષ અમૃત થઈ જાય છે, શરણરહિત અરણ્ય પણ વસવાલાયક મહેલ બની જાય છે. દુષ્ટ ગ્રહો અનુકૂળ થઈ જાય છે. ચોરો યશ ફેલાવનારા બની જાય છે. ખરાબ નિમિત્તો અને અપશુકનો શુભ ફળને આપનારાં બને છે. બીજા મંત્રતંત્રો એનો પરાભવ કરી શકતા નથી. ડાકણો દ્રોહ કરી શકતી નથી, સર્પ કમલદંડ બની જાય છે. અગ્નિ ચણોઠીનો ઢગલો થઈ જાય છે. સિંહો શાન્ત થઈ જાય છે. હાથી હરણ જેવા બની જાય છે. રાક્ષસો રક્ષા કરનારા બની જાય છે. ભૂતો વિભૂતિ આપનારા થઈ જાય છે. વ્યંતરો દાસ બને છે. યુદ્ધ ધનપ્રદ બને છે. રોગ ભોગપ્રદ બને છે... વિપત્તિ સંપત્તિ આપનારી બની જાય છે. દુઃખો સુખમાં બદલાઈ જાય છે.’
જેમ ગરુડનો સ્વર સાંભળવાથી ચંદનનું વૃક્ષ સર્પોનાં બંધનોથી મુક્ત થાય
For Private And Personal Use Only