________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૮
પ્રીત કિયે દુ:ખ હોય
વસંતપંચમીના શુભ દિવસે ગુણમંજરીનાં અમરકુમાર સાથે ધામધૂમથી લગ્ન થઈ ગયાં. મહારાજાએ ગુણમંજરીને અઢળક સંપત્તિ આપી...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરકુમાર ગુણમંજરી તથા સુરસુંદરી સાથે પોતાના મહેલમાં આવ્યો. મહેલમાં આનંદ-મહોત્સવ ઊજવાયો.
સુખમાં દિવસો તીવ્ર ગતિથી પસાર થાય છે. બંને પત્નીઓના સંગે અમરકુમા૨ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવે છે. એક દિવસ બંને પત્નીઓ સાથે ૨થમાં બેસીને સમુદ્રકિનારે ફરવા માટે ગયો. ત્યાં કિનારા પર પોતાનાં વહાણોને સુરક્ષિત લાંગરાયેલાં જોયાં... તેણે સુરસુંદરીને કહ્યું:
હવે આપણે ક્યારે ચંપા તરફ પ્રયાણ કરવું છે?’
‘જ્યારે આપની ઇચ્છા થાય ત્યારે!'
‘તો હું આજે જ મહારાજાને વાત કરું છું. તેઓ અનુમતિ આપે એટલે આપણે પ્રયાણની તૈયારીઓ કરીએ...'
સુરસુંદરીનાં ચિત્તપટ પર ચંપા સાકાર થઈ. માતા-પિતા અને સાસુસસરાની સ્મૃતિ ઊભરાઈ. સાધ્વી સુવ્રતા યાદ આવી ગયાં... બે હાથ જોડાઈ ગયા, મસ્તક નમી પડ્યું...
‘કોને વન્દન કરો છો તમે?’ ગુણમંજરીએ સુરસુંદરીના બે હાથ પોતાના હાથમાં લઈ લેતાં પૂછ્યું. સુરસુંદરીએ ગુણમંજરી સામે જોયું...
‘મારી ગુરુમાતાને...મંજરી!’
‘કોણ છે એ?’
‘સાધ્વી છે... તેમની આંખોમાંથી કૃપા વરસે છે... એમની વાણીમાંથી અમૃત ઝરે છે... મને શ્રી નવકારમંત્રનું સ્વરૂપ એમણે સમજાવ્યું હતું... રહસ્ય તેમણે આપ્યું હતું... શ્રદ્ધાબળ તેમણે પ્રગટાવ્યું હતું...’
‘આપણને ચંપામાં એમના દર્શન થશે?’
જો આપણાં ભાગ્ય જાગતાં હશે તો... નહીંતર જિનશાસનના શ્રમણશ્રમણીઓ એક સ્થળે રહેતાં નથી...વિચરતાં જ રહે... જો આપણને જાણ થશે તો તેઓ જ્યાં હશે ત્યાં જઈને વંદન કરીશું!'
સુરસુંદરીએ ગુણમંજરીને પોતાની માતા રાણી રતિસુંદરીનો પરિચય આપ્યો. પિતા રિપુમર્દન રાજાની વાતો કરી. સાસુ ધનવતીના ગુણો ગાયા અને સસરા શ્રેષ્ઠી ધનાવહનો પરિચય આપ્યો.
For Private And Personal Use Only