________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૫૯ મહારાજા, અહીં ઘણા દિવસ રહ્યા. હવે આપ અનુમતિ આપો એટલે ચંપા તરફ પ્રયાણ કરીએ...”
અમરકુમારે મહારાજા ગુણપાલ સમક્ષ વાત મૂકી.
કુમાર, સ્નેહના સંબંધ બંધાયા પછી મન વિયોગ નથી ઇચ્છતું... છતાં પુત્રી સાસરે જ શોભે' એ વ્યવહારનું હું ઉલ્લંઘન કરવા નથી ઇચ્છતો.”
મહારાજાનું હૃદય ભરાઈ આવ્યું. તે વધારે બોલી શક્યા નહીં. અમરકુમારે પણ વિશેષ વાત ન કરી.
મહારાજાએ મહારાણીને વાત કરી. પુત્રીના વિયોગની કલ્પનાથી રાણી રડી પડી.. રાજા-રાણી બંને વ્યથિત થયાં. છતાં પુત્રીને વિદાય તો આપવી જ પડે એમ હતી.
અમરકુમારે પ્રયાણની તૈયારીઓ આરંભી દીધી. નગરમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ: ‘અમરકુમાર સુરસુંદરી તથા ગુણમંજરી સાથે ચંપા તરફ પ્રયાણ કરવાના છે...” પ્રજાજનોનો મળવા માટે ઘસારો થવા લાગ્યો.
રાજા-રાણી બને અમરકુમારના મહેલે આવ્યાં. અમરકુમારે અને સુરસુંદરીએ ખૂબ આદરથી સત્કાર કર્યો.
‘કુમાર, મેં મૃત્યુંજયને સૂચના કરી દીધી છે કે તમારાં ૩૨ વહાણોને સજ્જ કરી દે અને સાથે બીજાં દસ વહાણો પણ તૈયાર કરે. મૃત્યુંજય સો સુભટો સાથે તમારી સાથે ચંપા સુધી આવશે. એની પણ તમારી સાથે આવવાની પ્રબળ ઇચ્છા છે...” મહારાજાએ સુરસુંદરી સામે જોઈને કહ્યું:
બેટી, તારા વિના હું કેવી રીતે જીવીશ? તારા વિયોગનું દુઃખ મારાથી કેમ કરીને સહન થશે? તારા પસાયે મારું નગર સુખી થયું... સમૃદ્ધ થયું... તું ઉત્તમ આત્મા છે.. તારા સંગે અમારામાં ઘણા ગુણો આવ્યા.. ખરેખર, પુણ્યોદય વિના તારો સંગ ન મળે. તારી સાથે સ્નેહ કરતાં તો કરી દીધો... પણ હવે દિવસો કેમ જશે...?'
સુરસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું.. મહારાજા ગુણપાલની આંખો રડી રડીને લાલ થઈ ગઈ... ગુણમંજરી પણ ચોધાર આંસુ સારી રહી. મહારાણીએ ગુણમંજરીને પોતાના ખોળામાં લઈ લીધી.. અમરકુમારથી આ કરુણ દૃશ્ય ન જોઈ શકાયું. એ પોતાના ખંડમાં જઈને ડૂસકાં ભરવા લાગ્યો... મહેલમાં શોક.. વેદના અને પરિતાપનાં આંસુ વહેવા લાગ્યાં.
For Private And Personal Use Only