________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૨૫૭
સુરસુંદરીએ યક્ષદ્વીપ ઉપરની વાતો વિસ્તારથી અમરકુમારને સંભળાવી. યક્ષરાજના ઉપકારો ગદ્ગદ્ સ્વરે સંભળાળ્યા.
ત્યાં, રાજમહેલથી તેડું આવ્યું, બંને તૈયાર થઈને રાજમહેલે પહોંચ્યાં. મહારાજાએ પ્રેમથી આવકાર્યાં. મહારાણી પણ ત્યાં જ બેઠેલાં હતાં. સુરસુંદરીએ મહારાણીનાં ચરણોમાં પ્રણામ કર્યા. અમરકુમારે પણ મસ્તક નમાવી નમન કર્યું. મહારાણીએ અમરકુમારને ધારી ધારીને જોયો. રાણીનું મન પ્રસન્ન થયું. ‘કુમાર, રાજપુરોહિતે લગ્નનું શુભ મુહુર્ત વસંતપંચમીનું આપ્યું છે. એટલે આજથી પાંચમા દિવસે લગ્ન કરવાનાં છે.’
‘બહુ સરસ! દિવસ નજીકમાં જ છે...' સુરસુંદરી બોલી. ‘રાજપુરોહિત કહેતા હતા કે એ દિવસ શ્રેષ્ઠ છે.' ‘ગુણમંજરીને જાણ કરી છે મુહૂર્તની?' સુરસુંદરીએ પૂછ્યું. ‘ના, એને હવે જાણ કરીશ...'
‘તો હું એની પાસે જઈ આવું. મુહૂર્તની જાણ કરું અને મળી પણ લઉં... આપ અહીં વાતો કરો.' સુરસુંદરી ત્યાંથી ઊભી થઈને ગુણમંજરીના આવાસમાં પહોંચી. ગુણમંજરીએ ઉમળકાભેર આવકાર આપ્યો. બંને પલંગ પર બેઠાં. ‘લગ્નનું મુહૂર્ત નીકળી ગયું મંજરી! વસંતપંચમી!’
‘મારે મન તો લગ્ન થઈ ગયાં જ છે! પણ હવે મને અહીં જરાય ગમતું નથી...' હવે પાંચ દિવસનો જ પ્રશ્ન છે!’
‘મારે મન પાંચ દિવસ પાંચ વર્ષ જેટલા છે, એનું શું?'
‘તો કાલથી હું અહીં આવી જાઉં!'
‘તો તો બહુ સરસ... પણ... પછી એમનું શું? એમને પણ તમારા વિના...' ‘મારા વિના બાર-બાર વર્ષ વિતાવી દીધાં... તો પાંચ દિવસ વધારે!’
‘એ ભલે બાર વર્ષ વીતાવ્યાં, હવે બાર કલાક પણ ન વીતે...!' ‘મંજરી, તેં એમને જોયા?’
‘હા...સ્તો, ચોર તરીકે પકડી મંગાવ્યા'તા ત્યારે જોયા હતા!' બંને પેટ પકડીને હસી પડી.
મહારાણીએ ખંડમાં પ્રવેશ કર્યો... ખંડનું દૃશ્ય જોઈને તેમની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
For Private And Personal Use Only