________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૫૫ અમરકુમારનાં તન-મન પ્રફુલ્લિત થઈ ગયાં હતાં. બેનાતટમાં સુરસુંદરીની અપૂર્વ લોકપ્રિયતા જોઈને તે અત્યંત પ્રભાવિત થયો હતો. બંને દંપતી તૈયાર થઈને રાજમહેલમાં પહોંચ્યાં.
મહારાજા ગુણપાલ મંત્રણા-ગૃહમાં બેઠેલા હતા. અમરકુમાર અને સુરસુંદરીએ જઈને પ્રણામ કર્યા.
“આવો આવો, હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. મહારાજાએ ખૂબ સ્નેહથી આવકાર આપ્યો. અમરકુમાર સામે જોઈને કહ્યું:
‘કુમાર, તમે તો સુરસુંદરીને મેળવી, પણ અમે વિમલયશને ખોયો!” ને ત્રણેય હસી પડ્યાં.
‘કુમાર, તમને મારા વિમલયશે ખૂબ દુઃખ દીધું નહીં?” મહારાજાએ સુરસુંદરી સામે જોઈને કહ્યું. “પિતાજી, એ અપરાધની ક્ષમા માંગી લીધી!”
અને મેં ક્ષમા આપી દીધી! ‘તો તો સમાધાન થઈ ગયું. સરસ, હવે કુમાર મારે તમને એક વિનંતી કરવાની છે...”
મહારાજા, આપે વિનંતી કરવાની ન હોય, આજ્ઞા કરવાની હોય... હું તો આપના પુત્રતુલ્ય છું...' ‘કુમાર એ તમારી નમ્રતા છે... તમારા ગુણોથી હું પ્રસન્ન થયો છું.'
આપ આજ્ઞા કરો.' ‘તમારે ગુણમંજરી સાથે લગ્ન કરવાનાં છે!' અમરકુમારે સુરસુંદરી સામે જોયું. સુરસુંદરીએ કહ્યું:
નાથ, મહારાજાનો પ્રસ્તાવ ઉચિત છે. મારી પણ એ જ ઈચ્છા છે... અને મેં ગુણમંજરીને મનાવી લીધી છે.”
અમરકુમાર મૌન રહ્યો. સુરસુંદરીએ મહારાજાને કહ્યું: પિતાજી, એમની સંમતિ છે... આપના પ્રસ્તાવને કેમ ટાળી શકાય?” બેટી, તમે બંને સુયોગ્ય છો. ગુણમંજરી તમને સોંપીને હું નિશ્ચિત જ છું...' આપ રાજપુરોહિતને સારું મુહૂર્ત પૂછીને લગ્ન કરી દો.” મહારાજાનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. અમરકુમારનું ગુણગંભીર અને રૂપસંપન્ન વ્યક્તિત્વ એમને ગમી ગયું. અલબત્ત, સુરસુંદરી સાથે થયેલા અન્યાયને જાણીને મારી પુત્રી સાથે તો આવો વિશ્વાસભંગ નહીં કરે ને?' આ શંકા એમના મનમાં
For Private And Personal Use Only