________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેનાતટનગરમાં જાહેર થઈ ગયું કે: વિમલયશ પુરુષ નથી, સ્ત્રી છે!” “સાર્થવાહ અમરકુમારે ચોરી કરી નથી.” વિમલયશનું નામ સુરસુંદરી છે...' ‘અમરકુમાર સુરસુંદરીના પતિ છે...'
અમરકુમારને ચમકાવવા માટે વિમલશે ‘ચોર'નો આરોપ મૂકીને પકડ્યો હતો.' ‘અમરકુમાર ચંપાનગરીના નગરશ્રેષ્ઠીનો પુત્ર છે...' સુરસુંદરી ચંપાનગરીના રાજાની પુત્રી છે.”
સુરસુંદરી પાસે “રૂપપરાવર્તિની'ની વિદ્યા છે... અદશ્ય થઈ જવાની પણ વિદ્યા છે...'
હવે ગુણમંજરીનાં લગ્ન અમરકુમાર સાથે થવાનાં છે...” ઘેર-ઘેર અને ચોરે ચૌટે અમરકુમાર અને સુરસુંદરીની ચર્ચાઓ થવા લાગી. શ્રી નવકારમંત્રના અચિંત્ય પ્રભાવોની વાતો થવા લાગી. અમરકુમાર અને સુરસુંદરીને જોવા નગરવાસીઓ રાજમહેલમાં આવવા લાગ્યાં. બંનેનાં રૂપ અને ગુણ જોઈને સહુ આનંદિત થાય છે.
આ બધી ધમાલમાં માલતી સુરસુંદરીને એકાંતમાં નથી મળી શકતી. સુરસુંદરી માલતીની તાલાવેલી જાણી ગઈ. તેણે બે ક્ષણ માલતીને એક બાજુ બોલાવીને કહ્યું: ‘ગુણમંજરીનાં લગ્ન થઈ જવા દે, પછી શાન્તિથી આપણે વાતો કરીશ..!' માલતી હર્ષવિભોર થઈ ગઈ અને સેવાકાર્યમાં લાગી ગઈ.
અમરકુમારે પૂછ્યું: “આ સ્ત્રી કોણ છે?' સુરસુંદરીએ કહ્યું: “પહેલા મારી યજમાન હતી, પછી મારી પરિચારિકા છે અને સખી કહું તો પણ ચાલે.'
ખૂબ ચપળ, કુશળ અને કાર્યદક્ષ છે..'
આપણે એને ચંપા લઈ જઈશું! પણ હમણાં તો આપણે બંનેએ મહારાજા પાસે જવાનું છે. આપ તૈયાર થાઓ.”
For Private And Personal Use Only