________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
પ્રીત કિયે દુઃખ હોય “પિતાજી, હવે એક મહત્ત્વનું કામ કરવાનું છે!' કહે, તું જે કહે તે કરવા તૈયાર છું.' “ગુણમંજરીને સમજાવવાનું!' ગુણપાલ રાજા ક્ષણભર વિચારમાં પડી ગયા. ‘એને એમ ન લાગવું જોઈએ કે મેં એની સાથે કપટ કર્યું. મારી પરિસ્થિતિનો એ સ્વીકાર કરી લે આનંદથી.. તો મને આનંદ થાય... એને જો દુઃખ થાય, તો મને પારાવાર દુઃખ થાય...”
‘તારી વાત સાચી છે. પરંતુ ગુણમંજરી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. એ જ્યારે તારો વૃત્તાંત સાંભળશે ત્યારે તારા પર એનો પ્રેમ શતગુણ વધી જશે. કારણ કે એ ગુણાનુરાગિણી છે! મારી પુત્રીને મેં બાલ્યકાળથી જ ગુણાનુરાગનો સંસ્કાર આપેલો છે. માટે તું ચિંતા ન કર..” “એ સમજી જશે, પછી? એનું લગ્ન અમરકુમાર સાથે કરીશું!”
હું પણ એ જ વિચારતી હતી! અમે બંને બહેનો સાથે રહીશું. એને કોઈ વાતે દુઃખી નહીં થવા દઉં...'
એ તો મને વિશ્વાસ જ છે..” હું જાઉં?” “ના, તું બેસ. હું ગુણમંજરીને અત્યારે જ બોલાવીને વાત કરું છું. સાથે સાથે એની માતાને પણ બોલાવી લઉં છું.”
તો હું પાસના ખંડમાં બેસું છું... વાત કર્યા પછી આપ મને બોલાવજો.” સુરસુંદરી બાજુના ખંડમાં ચાલી ગઈ. મહારાજાએ ગુણમંજરી અને મહારાણીને બોલાવી, અથથી ઇતિ સુધીની વાત કરી... ગુણમંજરીના આશ્ચર્યનો પાર ન રહ્યો, પોતે એક સ્ત્રીને પરણી છે!” આ જાણીને સ્તબ્ધ થઈ ગઈ. મહારાણી પણ આશ્ચર્યમુગ્ધ થઈ ગયાં.
હવે હું સુરસુંદરીને અહીં બોલાવું છું!' “શું એ અહીં જ છે?'
હા!” મહારાજા ઊભા થયા. બાજુના ખંડમાંથી સુરસુંદરીને લઈને આવ્યા. ગુણમંજરી અને એની માતા સુરસુંદરીને જોઈ જ રહ્યાં. ગુણમંજરી ઊભી થઈને સુરસુંદરીને ભેટી પડી.
For Private And Personal Use Only