________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ૦
પ્રીત કિયે દુઃખ હોય તો આ પુરુષ-રૂપ... પુરુષ-વેશ..” વિદ્યાશક્તિથી હું ચાહું એ રૂપ કરી શકું છું!' “તો શું મારા દેખતાં તું સ્ત્રીરૂપ કરી શકીશ? કરી બતાવ...' | વિમલશે ત્યાં જ પદ્માસને બેસીને રૂપપરાવર્તિની વિદ્યાનું સ્મરણ કર્યું... તે સ્ત્રીરૂપે થઈ ગયો... મહારાજા અંદરના ખંડમાંથી ગુણમંજરીનાં વસ્ત્રો લઈ આવ્યા. વિમલયશ વસ્ત્રો ધારણ કરી લીધાં.
“અહો! તું તો સાચે જ સ્ત્રી છે! પણ આ રૂપપરિવર્તન તારે શા માટે કરવું પડ્યું?”
મહારાજા, એ વાત ઘણી લાંબી છે... મારે તમને કહેવી જ છે... જેથી તમારા મનમાં મારા માટે ખોટી સમજ ન રહે.'
સુરસુંદરીએ પોતાનું નગર, માતા-પિતા, સાસુ-સસરા વગેરેનો પરિચય આપ્યો, ત્યાર પછી અમરકુમાર સાથે વિદેશયાત્રાએ નીકળી અને યક્ષદ્વીપ પર અમરકુમાર એનો ત્યાગ કરીને ચાલ્યો ગયો... ત્યારથી માંડીને બેનાતટનગરમાં રત્નજી મૂકી ગયો... ત્યાં સુધીની વાત કહી સંભળાવી. મહારાજા સુરસુંદરીનો જીવનવૃત્તાંત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.
સુરસુંદરી... બેટી, શ્રીનવકારમંત્રનો પ્રભાવ તો અભુત છે જ, તારું સતીત્વ ઘણું મહાન છે! એ સતીત્વના પ્રભાવે જ તારાં દુઃખ દૂર થયાં. સુખ મળ્યાં... રાજ મળ્યું.'
“મહારાજા, એ સતીત્વને રક્ષવાની શક્તિ શ્રી નવકારમંત્રે આપી. જો એ મહામંત્ર મારી પાસે ન હોત તો હું જીવતી જ ન હોત...”
તારી વાત સાવ સાચી છે. પરંતુ અમરકુમારે તારી સાથે ઘોર અન્યાય કર્યો છે...'
“મારાં જ પૂર્વજન્મના પાપકર્મ ઉદયમાં આવ્યાં. નહીંતર એમના જેવા ગુણવાન ઉત્તમ પુરુષ મારો ત્યાગ કરે જ નહીં. દરેક આત્માને પોતાનાં શુભાશુભ કર્મો ભોગવવાં જ પડે છે. મારાં અશુભ કર્મો ઉદયમાં આવી ગયાં, ભોગવાઈ ગયાં પછી શુભ કર્મ ઉદયમાં આવ્યાં. તો રત્નજી જેવો વિદ્યાધરભ્રાતા મળ્યો.. ચાર-ચાર વિદ્યાશક્તિઓ મળી. પછી આપના જેવા પિતાતુલ્ય મહારાજા મળ્યા.. અને છેવટે એમનો સંયોગ પણ થઈ ગયો!'
બેટી, તારી જીવનવૃત્તાંત સાંભળીને મારી શ્રી નવકારમંત્ર ઉપરની શ્રદ્ધા દઢ થઈ છે. ધર્મ ઉપરનો વિશ્વાસ અવિચલ બન્યો છે.'
For Private And Personal Use Only