________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
પ્રીત કિયે દુ:ખ હોય
‘અને નગરમાં પણ... જાણ કરવી પડશે ને? મને ચોરમાંથી શાહુકાર બનાવવો પડશે ને!’
‘હા, એ કલંક ઉતારવું જ પડશે!' બંને હસી પડ્યાં.
સુરસુંદરીએ પદ્માસને બેસીને રૂપપરાવર્તિની વિદ્યાનું સ્મરણ કર્યું... તે પુરૂષરૂપે થઈ ગઈ. વસ્ત્રરિવર્તન કરી લીધું.
પ્રભાતનાં કાર્યોથી નિવૃત્ત થઈ, અમરકુમારની સાથે દુગ્ધપાન કરી વિમલયશ મહારાજા ગુણપાલને મળવા રાજમહેલે ચાલી ગયો. મહારાજા પણ પ્રાભાતિક કાર્યોથી પરવારીને બેઠા હતા.
વિમલયશે મહારાજાને પ્રણામ કર્યા અને પાસે બેસી ગયો.
‘પેલા પરદેશી સાર્થવાહની વાત તો મને ગુણમંજરીએ કરી! ચોર નીકળ્યો... શાહુકારના વેશમાં!'
‘મહારાજા, હું એ જ વિષયમાં વાત કરવા આવ્યો છું?’
‘કહો, એ ચોરના વિશેષ શું સમાચાર છે?'
‘એ ખરેખર ચોર નથી! મેં જાણીબૂઝીને એને ‘ચોર’ તરીકે પકડાવેલો છે... મારે ત્યાં ચોરી થઈ જ નથી...!'
‘એમ? એવું શા માટે કરવું પડ્યું?'
‘કારણ કે એ પરદેશી સાર્થવાહે મારી સાથે બાર વર્ષ પૂર્વે વિશ્વાસધાત કર્યો હતો... મને દુ:ખ દીધું હતું...’
‘તો તો એને આકરી સજા ક૨વી જોઈએ. હું એને સજા કરીશ...'
‘સજા તો મેં કરી જ દીધી... ક્ષમા પણ માગી લીધી...
મહારાજા, એ મારો સ્વજન છે!’
‘તારો સ્વજન? કેવી રીતે?'
‘હું છદ્મવેશમાં છું... ખરેખર હું પુરુષ નથી, સ્ત્રી છું!’
મહારાજા ગુણપાલ આભા બની ગયા... વિમલયશ સામે ટગરટગર જોઈ રહ્યા...
‘મને કંઈ સમજાતું નથી વિમલયશ, સ્પષ્ટ વાત કર.'
‘આવેલો સાર્થવાહ મારો પતિ અમરકુમાર છે, હું એની પત્ની છું. મારું નામ સુરસુંદરી છે...'
For Private And Personal Use Only