________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
પ્રીત કિયે દુઃખ હોય ‘શ્રદ્ધાના આ અદ્દભુત ચમત્કાર છે...'
અરિહંત પરમાત્માની પરમ કૃપા છે.. નાથ! પરંતુ, હવે આપે મારી એક પ્રાર્થના માનવી પડશે.'
માનવી જ પડશે ને? મહારાજાની આજ્ઞા ન માનું.. તો તો આવી જ બને!”
નાથ, મારા અપરાધોની ક્ષમા યાચું છું. મેં પણ આપના ઉપર ચોરીનું કલંક મૂક્યું... આપને સતાવ્યા... મારા પગે ઘી ઘસાવ્યું.. આપ મારા આ અપરાધોને ભૂલી શકશો ને?'
“ના રે, બાલ્યકાળનો તારો અપરાધ વર્ષો સુધી ન ભૂલી શક્યો... તો પછી આ બધા અપરાધો કેવી રીતે ભૂલી શકીશ? ફરી પાછો તારો ત્યાગ કરીને જતો રહીશ...!”
હવે ન જવા દઉં ને! અદૃશ્ય થઈને પીછો કરીશ!”
હા, હા, હવે તને નહીં સતાવી શકાય ને...! ચાર ચાર વિદ્યાઓ તારી પાસે છે... હાથી જેટલું બળ! બાપ રે...”
ગભરાશો નહીં... પેલા ચોર પર જેવો મુષ્ટિપ્રહાર કર્યો હતો, તેવો નહીં કરું! પણ જો હવે મને હેરાન કરશો તો મારા ભ્રાતાને બોલાવીશ!'
“અરે, એ તો ભૂલી જ ગયો! આપણે ચંપા પહોંચીએ પછી તું અવશ્ય તારા એ ઉપકારી ધર્મભ્રાતાને અને એની ચાર રાણીઓને ચંપા આવવાનું આમંત્રણ મોકલજે. હું એમનાં દર્શન કરીને કૃતાર્થ થઈશ. ખરેખર, દુ૫ત્ના વઘા !
હજુ તો મેં તમને સુરસંગીતનગરીની બધી વાતો નથી કરી... જ્યારે એ વાતો તમે સાંભળશો ત્યારે આનંદવિભોર બની જશો... પરંતુ એ બધી વાતો હું ત્યારે કરીશ... કે જ્યારે તમે મને મારા અપરાધોની ક્ષમા આપી દેશો....' 'મિચ્છામિ દુક્કડ...” મિચ્છામિ દુક્કડે.”
બંનેએ અરસ-પરસ ક્ષમાપના કરી લીધી. સુરસુંદરીએ અમરકુમારને કહ્યું: નાથ, પ્રભાતે હું વિમલયશ' હોઈશ... મહારાજાને મારે તમારો સાચો પરિચય આપવો પડશે. મારો ભેદ તેમની સમક્ષ ખોલવો પડશે. ગુણમંજરીને પણ સમગ્ર પરિસ્થિતિથી પરિચિત કરવી પડશે...!'
For Private And Personal Use Only