________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાથ, આપને ક્ષમા માંગવાની ન હોય...'
“મેં તારો અક્ષમ્ય અપરાધ કર્યો છે... મેં વિશ્વાસઘાત કર્યો... મેં તને મોતના દ્વિીપ પર ત્યજી દીધી... તું મારા અપરાધ ક્ષમા કરી દે... હું હૃદયથી ક્ષમાયાચના કરું છું. તું સાચે જ મહાસતી છે. તારા સતીત્વથી જ તું જીવતી રહી છે... તારું પુણ્યબળ પ્રકૃષ્ટ છે... મેં તને ઘોર દુઃખ દીધું... પરંતુ પુણ્યપ્રભાવે તું સુખી થઈ.. મને કહે સુંદરી, આ બાર વર્ષ તે કેવી રીતે પસાર કર્યા.”
ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો. સુરસુંદરીએ સ્વસ્થ બનીને, યક્ષદ્વીપથી શરૂ કરીને... એક પછી એક ઘટનાઓ વર્ણવવા માંડી... અમરકુમાર અદ્ધર શ્વાસે... એકરસે સાંભળે છે. યક્ષરાજને મનોમન વંદન કરે છે... તો ધનંજય અને ફાનહાનને ફિટકાર આપે છે... તો ચારપલ્લીમાં પ્રગટ થયેલાં શાસનદેવીની કૃપા પર ઓવારી જાય છે...
રત્નજટીનું મિલન.. નંદીશ્વર દ્વીપની યાત્રા... સુરસંગીતનગરમાં રત્નજટી અને એની ચાર પત્નીઓની નિર્મળ સ્નેહની વાતો કરતાં કરતાં તો સુરસુંદરી રડી પડી. અમરકુમારની આંખો પણ આંસુભીની થઈ ગઈ. રત્નજીની પત્નીઓએ આપેલી ચાર વિદ્યાઓ... બનાતટનગરમાં આવીને કરેલું પુરુષરૂ૫... ધારણ કરેલું ‘વિમલયશ' નામ.. આ બધું સાંભળીને અમરકુમાર દંગ થઈ ગયો... આશ્ચર્યચકિત થઈ ગયો..
તો વિમલયશ તે તું જ?' અમરકુમારે ઉત્સુકતાથી પૂછ્યું. હા, સ્વામીનાથ! હું જ વિમલયશ! અને ગુણમંજરી સાથે કરેલા લગ્નની વાત સાંભળી ત્યારે તો અમરકુમાર ખૂબ હસ્યો. રાજ્યપ્રાપ્તિની વાત સાંભળીને પ્રફુલ્લિત થઈ ગયો.
નાથ, આપનું વચન મેં પાળ્યું છે... સાત કોડીથી રાજ લીધું છે... હવે પછી યાદ ન કરાવતા...”
ખરેખર, શ્રીનવકારમંત્રનો પ્રભાવ અચિંત્ય છે!'
હા, એ મહામંત્રના પ્રભાવે જ દુઃખ ગયાં, સુખ મળ્યાં, યશ ફેલાયો... અને તમારો સંયોગ થયો...!”
For Private And Personal Use Only