________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
પ્રીત કિયે દુઃખ હોય ના, તમે અપરાધી છે માટે તમારી વાત ખોટી માની લઉં, એવો હું નથી. પણ માણસનો એવો સ્વભાવ હોય છે કે દુઃખમાં એ નમ્ર રહે...ને દુ:ખ જતું રહે, એટલે ગર્વ કરે! તમે અત્યારે તો તમારી પત્નીની ક્ષમા માંગવાની વાત કરો છો અને યાદ કરીને રડો છો. પણ એ મળી ગયા પછી ફરીથી એને અન્યાય નહીં કરો, એની ખાતરી શી?'
અમરકુમાર મૌન રહ્યો... કંઈક વિચારીને બોલ્યો:
બીજા માણસને તો શબ્દોથી જ ખાતરી કરાવી શકાય... હૃદય કેવી રીતે બતાવાય? પરંતુ મહારાજ, આપ મારા જીવનની અંગત વાતમાં આટલો રસ લો છો-એ જ મારે મન મોટી વાત છે. મારા પાપનું ફળ મને અહીં મળી જશે તો હવે મને દુ:ખ નહીં થાય...”
“અમરકુમાર, હું તમારા અંગત જીવનમાં એટલા માટે રસ લઉ છું, કારણ કે તમારી પત્ની મારી પાસે છે! મારા શરણે છે!”
અમરકુમારની આંખો પહોળી થઈ ગઈતે ઊભો થયો... વિમલયશની નિકટ આવ્યો. વિમલયશના બે ખભા પકડી લીધા... ને બોલ્યો:
રાજનું, ક્યાં છે મારી પત્ની? ક્યાં છે સુરસુંદરી? તમે મને બતાવો... મારા પર કૃપા કરો... દયા કરો.”
અમરકુમાર ચોધાર આંસુએ રડી પડ્યો. વિમલયશે કહ્યું: “કુમાર, તમે અહીં બેસો. તમારી પત્નીને અહીં મોકલું છું. પરંતુ હવે હું તમને નહીં મળું...”
વિમલયશ શયનખંડની બાજુના ખંડમાં ગયો. પદ્માસને બેસીને રૂપપરાવર્તિની વિદ્યાનું સ્મરણ કર્યું... અને તે “સુરસુંદરી' બની ગયો!
મંજૂષામાંથી સુંદર વસ્ત્રાલંકારો કાચાં. સોળ શણગાર સજ્યા, બેસીને શ્રી નવકારમંત્રનું ધ્યાન ધર્યું. પરમ આસ્લાદ અનુભવ્યો... અને તેણે જ્યાં અમરકુમાર બેઠો હતો, તે ખંડમાં પ્રવેશ કયો.
વિસ્ફારિત નેત્રે... ધબકતા હૃદયે... અમરકુમારે સુરસુંદરીને જોઈ.બંનેનાં નયન મળ્યાં... અમરકુમાર દ્વાર તરફ ધસ્યો... ને બે હાથ જોડી સુરસુંદરીનાં ચરણોમાં નમવા જાય છે. ત્યાં જ સુરસુંદરીએ એના બે હાથ પકડી લીધા.... તેને નમવા ન દીધો... અમરકુમારની આંખોમાંથી આંસુના મેઘ વરસવા લાગ્યા.
0 0 0
For Private And Personal Use Only