________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે
દુઃખ
હોય
વિમલયશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
અમરકુમાર પોતાના ખંડમાં પહોંચીને વિચારોમાં ચઢી ગયો.
‘સવાશેર ઘી... આ રાજાના પગની પાનીમાં ઊતરી શકશે? એના પગ તો કેવા મૃદુ... કોમળ છે... અને જો થી ન ઊતરી ગયું એના પગમાં, તો? જો ઊતરી ગયું તો તો છુટકારો થઈ જશે... ને ગમે તે વહાણમાં બેસીને ચંપાનગરીએ પહોંચી જઈશ... ફરીથી વ્યાપાર કરીને ધન કમાઈ લઈશ... વેપાર નહીં કરું... તો પણ ચાલશે. પિતાજી પાસે અઢળક ધન છે... તે મારું જ છે ને?'
માલતીએ ભોજનના થાળ સાથે પ્રવેશ કર્યો. અમરકુમારની ભોજનની રુચિ મરી ગઈ હતી. તેણે ભોજન કરવાની ના પાડી.
‘ભોજન તો કરી લો... સુખ-દુ:ખ તો આવ્યા કરે... જેવાં કરમ કર્યાં હોય તેવાં ફળ મળ્યા કરે...'
અમરકુમારે ભોજન કરી લીધું... માલતી ચાલી ગઈ. અમરકુમારે જમીન પર જ લંબાવી દીધું. તેને નિદ્રા આવી ગઈ. જ્યારે તે જાગ્યો ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. સાંજે તેણે માત્ર દુગ્ધપાન કર્યું અને વિમલયશના સંદેશાની પ્રતીક્ષા કરતો બેઠો.
રાત્રિનો પ્રથમ પ્રહર શરૂ થયો અને તેડું આવ્યું. વિમલયશના શયનખંડમાં પહોંચી ગયો. સવાશેર ઘીથી ભરેલું ભાજન તેને આપવામાં આવ્યું.
‘સાંભળો શ્રેષ્ઠી, હું સૂઈ જાઉં, મને નિદ્રા આવી જાય, તો પણ તમારે તમારું કામ ચાલુ રાખવાનું છે. ચાર પ્રહરમાં આટલું ઘી પગની પાનીમાં ઘસીને ઉતારી દેવાનું છે.’
‘હા જી, આપની આજ્ઞા મુજબ કરીશ.'
વિમલયશ સૂઈ ગયો. અમરકુમારે ઘી ઘસવાનું કાર્ય શરૂ કરી દીધું. શયનખંડમાં સ્વર્ણદીપકનો ઉજાસ હતો.
For Private And Personal Use Only
એક પ્રહર વીત્યો, બીજો પ્રહર પણ પૂરો થયો... અમરકુમારે ધીનું ભાજન જોયું તો પાશેર ઘી પણ ઓછું થયું ન હતું... તે ગભરાયો... ‘બે પ્રહર વીતી ગયા... બે પ્રહર બાકી છે... આટલું બધું ઘી પગમાં નહીં જ ઊતરી શકે...’ તેનાં ગાત્રો શિથિલ પડવા લાગ્યાં ‘અહીંથી મારો છૂટકારો નહીં થાય... જીવન અહીં જ પૂરું થઈ જશે.... શું કરું?'
તે ઊભો થયો. વિમલયશ માથે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયો હતો.