________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
પ્રીત કિયે દુઃખ હોય મને જીવતો અહીંથી જવા દો.. હું તમારા શરણે છું... મારા પર કૃપા કરો... તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું...”
એક શરતે મુક્ત કરું..” તમે કહો તેમ કરવા તૈયાર છું...' “આજે રાત્રે તમને સવાશેર ઘી આપીશ. તમારે મારા પગનાં તળિયાંમાં એ ઘી ઘસવાનું. સવાશેર ઘી મારા પગમાં ઉતારી દેવાનું કહો, છે કબૂલ?' “હા, કબૂલ છે...” “તો હમણાં જાઓ, દિવસે પૂરી નિદ્રા લઈ લેજો, રાત્રે જાગવું પડશે ને....?' અમરકુમારને એના ખંડમાં વિદાય કર્યો.... વિમલયશ દીન બનીને ચાલ્યા જતા અમરકુમારને જોતો રહ્યો. તેના મુખ પર સ્મિત આવી ગયું. બીજાને દુઃખી કરવામાં રાજી થનારને... દુઃખનો થોડો અનુભવ કરાવવો જરૂરી છે...!!
પરંતુ બીજી જ પળે... એનું હૃદય દુઃખી થઈ ગયું. “ના, ના, હવે એમને દુઃખી નથી કરવા... ભેદ ખોલી નાખું... તેમને આશ્ચર્ય પમાડી દઉં...”
“ના, એવી ઉતાવળ નથી કરવી. એમના હૈયામાં મારા માટે કેવો ભાવ છે, એ જાણવું જોઈએ. બાર-બાર વર્ષ વીતી ગયાં છે. ભાવ બદલાઈ ગયા હોય તો? મારા તરફનો રોષ હજુ ગયો ન હોય તો?'
“એમણે બીજાં લગ્ન તો નથી કર્યા. એમની સાથે કોઈ સ્ત્રી નથી. એટલે એવું અનુમાન તો થઈ શકે.. કે એમના હૃદયમાં મારો ત્યાગ કર્યા પછી પસ્તાવો તો થયો હશે. મારી સ્મૃતિ તો એમના મનમાં હશે જ. માણસ ક્યારેક કષાયને પરવશ પડીને અકાર્ય કરી નાખે છે... પરંતુ પાછળથી પસ્તાવો કરે છે...
છતાં વાત-વાતમાં આવતી કાલે એમને પૂછી લઈશ... મારા માટેના એમના ભાવો જાણી લઈશ.. પછી જ ભેદ ખોલીશ, વિલંબ નથી કરવો. આવતી કાલે પ્રગટ થઈ જઈશ મારા સાચા સ્વરૂપે....
અને મારું સાચું રૂપ જોઈને જાણીને ગુણમંજરી કેવી સ્તબ્ધ થઈ જશે? મહારાજા મહારાણી અને સમગ્ર રાજપરિવાર કેવો આશ્ચર્યમાં ગરકાવ થઈ જશે? નગરમાં કેવું કુતૂહલ થશે? મારે એ બધાનાં મનનું સમાધાન કરવું પડશે... હા, એ સમાધાન કરતાં મારે સાવધાની રાખવી પડશે... મહારાજાને તો યક્ષદ્વીપની ઘટના કહેવી પડશે. પણ ગુણમંજરીને નહીં કહેવાય નહીંતર એને અમરકુમાર તરફ અભાવ થઈ જાય..ને એમની સાથે લગ્ન કરવાની જ ના પાડી દે!'
For Private And Personal Use Only