________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા દિવસે પ્રભાતે આવશ્યક કાર્યોથી પરવારીને, વિમલયશે સુંદર વસ્ત્રઅલંકારો ધારણ કર્યાં. માથે મુગટ અને કાને કુંડલ પહેર્યા. પોતાના મહેલના મંત્રણાગૃહમાં સિંહાસન પર બેઠો અને અમરકુમારને પોતાની પાસે બોલાવ્યો.
અમરકુમારે આવીને, મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને નતમસ્તકે ઊભો રહ્યો. વિમલયશે ધારીધારીને અમરકુમારને જોયો. “શેઠ, તમે વણિક છો ને?' હા જી.” વણિક થઈને ચોરી કરો છો?' મહારાજા, સાચું કહું છું-મેં ચોરી નથી કરી...'
મુદ્દામાલ સાથે પકડાવા છતાં ચોરીનો અપરાધ કબૂલ નથી કરતા? મારે શું અપરાધ કબૂલ કરાવવા ચૌદમા રતનનો ઉપયોગ કરવો પડશે?'
મને સમજાતું નથી કે આપનો માલ મારાં વહાણોમાં કેવી રીતે આવી ગયો... મેં ચોરી નથી કરી...'
“શેઠ, તમે જાણો છો ને કે અહીં તમને છોડાવનાર કોઈ નથી! ચોરીની સાથે સાથે કપટ કરતાં પણ તમને સારું આવડે છે નહીં? આ દેશમાં ચોરને શી સજા થાય છે તે જાણો છો?” વિમલયશનો ચહેરો લાલઘૂમ થઈ ગયો... તેણે રાડ પાડી...ને અમરકુમાર મૂચ્છિત થઈને ધબાંગ કરતો જમીન પર પછડાઈ ગયો.
માલતી..” વિમલયશે બૂમ પાડી. માલતી દોડી આવી.
શીતલ પાણી છાંટ આ પરદેશી પર અને પંખો લાવ..'માલતી ઝડપથી પાણી લઈ આવી. અમરકુમાર પર છાંટવા લાગી. વિમલયશે પંખાથી હવા નાંખવા માંડી. થોડીવારમાં અમરકુમાર ભાનમાં આવ્યો... માલતી ચાલી ગઈ.
અમરકુમારની આંખમાં આંસુ આવી ગયાં. તેણે વિમલયશના પગ પકડી લીધા... કરગરી પડ્યો. “મારી બધી સંપત્તિ લઈ લો... મારા શરીર પરનાં આભૂષણો લઈ લો..
For Private And Personal Use Only