________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૩૯ રાજા મને શૂળી પર ચઢાવશે? કારાવાસમાં પૂરી દેશે? શેષ જીવન કારાવાસમાં જ પૂરું થશે?
વિમલયશનો રાજમહેલ આવી ગયો. મહેલના એક ગુપ્ત ખંડમાં અમરકુમારને બેસાડી મૃત્યુંજયે કહ્યું:
વ્યાપારીના વેશમાં રહેલા ધૂર્ત, તારે અહીં રહેવાનું છે. હું મહારાજાને જાણ કરું છું... કે ચોર પકડાઈ ગયો છે અને એને અહીં લઈ આવ્યો છું.'
ચોર... ધૂર્ત...” શબ્દો પહેલી જ વાર સાંભળે છે અમરકુમાર... તેનું હૃદય ચિરાઈ જાય છે. તેનું માથું ફાટફાટ થાય છે... મૃત્યુંજય ખંડનાં દ્વાર બંધ કરીને વિમલયશ પાસે આવ્યો.
મહારાજા, આપની આજ્ઞા મુજબ ચોરને મહેલના ગુપ્ત ખંડમાં પૂરી દીધો છે.... હવે શું કરવાનું છે?'
વહાણોનો બધો જ માલ મારા મહેલમાં લાવવાનો છે. વહાણોના માણસોને સારી રીતે રાખવાના છે. એ લોકો તો બિચારા નિરપરાધી છે... પણ રાખવાના છે આપણા અધિકારમાં.”
આ ચોરનું શું કરવાનું છે?” એને હું સંભાળી લઈશ!” મૃત્યુંજયે વિમલયશની આજ્ઞા મુજબ વહાણોનો માલ બધો જ વિમલયશના મહેલના ભૂમિગૃહમાં લાવીને ખડકી દીધો. વહાણોને કિનારા પર લાંગરી દીધાં. વહાણના માણસોને રહેવાની-જમવાની વગેરે બધી જ સગવડ ગોઠવીને તેમના પર ચોકી-પહેરો ગોઠવી દીધો. વિમલયશે માલતીને બોલાવીને કહ્યું:
માલતી, એક મહેમાન આવ્યા છે. એમના ભોજન આદિનો પ્રબંધ તારે કરવાનો છે. ચાલ મારી સાથે, તને મહેમાનનો ખંડ બતાવી દઉં.”
વિમલયશે માલતીને અમરકુમારનો ખંડ બતાવી દીધો. જો કે માલતી સમજી તો ગઈ જ હતી કે “આ મહેમાન અપરાધી છે..” પરંતુ એણે વિમલયશને કોણ છે? ક્યાંથી આવ્યા છે? શું નામ છે?' આ કંઈ જ પૂછ્યું નહીં. સંધ્યાસમયે માલતીએ અમરકુમારના ખંડમાં જઈને પાણી અને ભોજન મૂકી દીધું. સૂવા માટે બિછાનું પાથરી દીધું. અને ધારીધારીને અમરકુમારને જોઈ પણ લીધો! લાગે તો છે કોઈ ખાનદાન ઘરનો યુવાન.. શી ખબર, શો અપરાધ કર્યો હશે?” મૌનપણે કામ પતાવીને તે ચાલી ગઈ.
For Private And Personal Use Only