________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
પ્રીત કિયે દુઃખ હોય અને, પરદેશમાં આવીને... રાજમહેલમાં ચોરી કરવાનું તમને પણ શોભતું નથી.. સમજ્યા?”
પહેલા ચોરી સિદ્ધ કરો, પછી આરોપ મૂકો.. અમરકુમાર ગુસ્સે થઈ ગયો. મૃત્યુંજયે પોતાના સુભટોને, વિમલયશના માણસો સાથે વહાણોની તપાસ માટે મોકલ્યા. અમરકુમારે પોતાના માણસો પણ મોકલ્યા. મૃત્યુંજય અમરકુમાર પાસે જ બેઠો.
લગભગ એક પ્રહર વીતી ગયો.. સુભટો વિમલયશના નામથી અંકિત અલંકારો લઈને કિનારે આવ્યા. અમરકુમારના માણસોનાં મોઢાં ઊતરી ગયાં હતાં. અમરકુમારે આવતાં જ પોતાના માણસોને પૂછ્યું: “શું થયું?'
શું થવાનું હતું? ચોરીનો માલ મળી ગયો શ્રેષ્ઠી, તમારાં વહાણમાંથી...' સુભટોએ અલંકારોનો ઢગલો કર્યો મૃત્યુંજય સામે. અમરકુમાર સામે જોયું.. અમરકુમાર હતપ્રભ થઈ ગયો. તેની આંખોમાં ભય તરવરી ઊઠ્યો.
કહો સાર્થવાહ, આ શું છે? દેશ-વિદેશમાં આ રીતે ચોરીઓ કરીને જ કરોડો રૂપિયા કમાયા છો ને?” મૃત્યુંજયે અમરકુમાર સામે દાંત ભીસ્યા. સુભટોને આજ્ઞા કરી:
બધાં જ વહાણોનો કબજો લઈ લો. આ ચોરના માણસોને પકડી લો.. અને કારાવાસમાં પૂરી દો.”
અમરકુમારને ઉદ્દેશીને મૃત્યુંજયે કહ્યું:
શેઠ, તમારે મારી સાથે આવવાનું છે... અમારા મહારાજા વિમલયશની પાસે તમને લઈ જવાના છે.”
મહારાજાનું નામ તો ગુણપાલ..”
બીજા મહારાજા છે વિમલયશ, મહારાજા ગુણપાલના જમાઈરાજ છે.. અડધા રાજ્યના એ માલિક છે.”
અમરકમર પર જાણે વીજળી પડી, તે સાવ મૂઢ થઈ ગયો. સેનાપતિની સાથે તે ચાલ્યો. એને સમજાતું નથી કે આ બધું કેવી રીતે બન્યું? “ચોરી મેં કરી નથી, કરાવી નથી.. ને ચોરીનો માલ મારાં વહાણોમાં કેવી રીતે આવી ગયો? આ પરદેશમાં મારું કોણ? અહીં મને કોણ ઓળખે? મારી સાચી પણ વાત અહીં કોણ માનશે? મુદ્દામાલ સાથે પકડાયો છું... અને ચોરીની સજા? શું આ
For Private And Personal Use Only