________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
પ્રીત કિયે દુઃખ હોય
આજ્ઞા કરો, મને કેમ યાદ કર્યો? “મૃત્યુંજય, મારા મહેલમાંથી મારા રત્નજડિત અલંકારોની ચોરી થઈ છે...” આપને ત્યાં ચોરી?” મૃત્યુંજયનાં ભવાં ઊચાં ચડી ગયાં. હા, એ ચોરી કરનાર કોણ છે, એનો પણ મને ખ્યાલ આવી ગયો છે...” “કોણ છે એ ચોર?'
આજે આવેલો સાર્થવાહ! મેં તો રાજસભામાં એને જોયો... અને અનુમાન કરી લીધું હતું કે આ માણસ બહારથી જેવો સોહામણો દેખાય છે, તેવો. અંદરથી નથી”
તો એને મુશ્કેટોટ બાંધીને લઈ આવું...”
ના, તમે જાઓ એની પાસે. એને જરા ધમકાવો, પછી એનાં વહાણોમાં ચોરીના માલની તપાસ કરો... માલ મળી જાય, પછી એને પકડી અહીં મારી પાસે લઈ આવો.. અને હા, તમારી સાથે હું મારા માણસોને મોકલું છું.... તેઓ હમણાં જ એ સાર્થવાહને મળીને આવ્યા છે...”
મૃત્યુંજય પોતાના ચુનંદા સુભટો સાથે, વિમલયશના માણસોને લઈને સમુદ્રકિનારે પહોંચ્યો. અમરકુમાર કિનારા પર જ ભેટી ગયો.
‘સેનાપતિજી, આ છે સાર્થવાહ અમરકુમાર.' વિમલયશના માણસોએ અમરકુમારને ઓળખાવ્યો.
શ્રેષ્ઠી, આ છે અમારા સેનાપતિ મૃત્યુંજય. આપને મળવા માટે અહીં પધાર્યા છે...' માણસોએ સેનાપતિની ઓળખ આપી.
મળવા માટે નથી આવ્યો સાર્થવાહ, તમારાં વહાણોની મારે તપાસ કરવાની છે..” “શા માટે ?'
અમારા મહારાજા વિમલયશના મહેલમાંથી આજે ચોરી થઈ છે. અને એ ચોરીનો માલ તમારા વહાણોમાં હોવાનો મને શક છે.
‘તમે શું બોલો છો સેનાપતિ? તમારા મહારાજાને ત્યાં ચોરી થાય અને માલ મારાં વહાણોમાં આવી જાય? અશક્ય... તદ્દન અશક્ય...”
સાર્થવાહ, જો માલ નહીં મળે તો નિર્દોષ સિદ્ધ થશો... અને માલ મળશે તો કારાવાસમાં બંધ થઈ જશો...'
તો ભલે, તપાસી શકો છો મારાં વહાણો... પણ આ રીતે પરદેશી સાર્થવાહને હેરાન કરવાનું તમને શોભતું નથી.' અમરકુમાર અકળાયો.
For Private And Personal Use Only