________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
પ્રીત કિયે દુઃખ હોય કોઈનેય ખ્યાલ ન આવે એ રીતે છુપાવી દેવાના.. આટલું કામ કરીને મને સમાચાર આપો...”
જેવી આપની આજ્ઞા કાર્ય થઈ જશે.” વિમલયશ માણસોને તિજોરીમાંથી અલંકારો કાઢીને આપ્યા.
અલંકારોને પોતાનાં વસ્ત્રોમાં છુપાવીને એ રાજપુરુષો દરિયાકિનારે ગયા. અમરકુમારના રક્ષકો વહાણોની રક્ષા કરતા ઊભા હતા. રાજપુરુષોએ કહ્યું:
અમે મહારાજાની આજ્ઞાથી આવ્યા છીએ. અમારે તમારા શેઠનાં બધાં વહાણો જોવાનાં છે.”
ભલે પધારો વહાણ ઉપર. અમારા શેઠ હમણાં જ પધાર્યા છે રાજસભામાંથી... રક્ષકો રાજપુરુષોને વહાણ ઉપર લઈ ગયા. અમરકુમારને મળ્યા. બે રાજપુરુષો અમરકુમાર સાથે વાતો કરવા લાગ્યા. બીજા બે પુરુષો એક પછી એક વહાણોમાં સાથે લાવેલા અલંકારો છુપાવતા આગળ વધવા લાગ્યા. કામ પતાવીને પાછા અમરકુમારના વહાણ પર આવી ગયા,
શ્રેષ્ઠીવર્ય, તમારાં વહાણોમાં તો દેશ-વિદેશોનો અભુત માલ ભરેલો છે. આ બધો માલ બેનાતટમાં વેચાઈ જશે... અને તમે અઢળક ધન પ્રાપ્ત કરીને જશો.” - બેનાતટની ખ્યાતિ સાંભળીને હું અહીં આવ્યો છું. મહારાજાએ પણ મારા પર મોટી કૃપા કરી, મને વ્યાપાર કરવાની અનુમતિ આપી...'
પણ શેઠ, એક વાત ધ્યાનમાં રાખજો..”
અમારા મહારાજા ન્યાય-નીતિ અને પ્રામાણિકતાના ખૂબ આગ્રહી છે. માટે વ્યાપાર કરતાં...” “સમજી ગયો. મારો પણ એ જ મુદ્રાલેખ છે!' તો તો તમે વિપુલ સંપત્તિ અર્જિત કરશો..” રાજપુરુષો હોડીમાં બેસીને કિનારે આવી ગયા અને સીધા વિમલયશની પાસે પહોંચી ગયા. વિમલયશને સમાચાર આપી દીધા. વિમલયશે કહ્યું: તમે જાઓ અને સેનાપતિ મૃત્યુંજયને મારી પાસે મોકલો.' “મૃત્યુંજય અલ્પ સમયમાં જ ઉપસ્થિત થયો.
For Private And Personal Use Only