________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
36
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસભા ભરાઈ હતી.
મહારાજા ગુણપાલની પાસે જ સિંહાસન પર વિમલયશ બેઠો હતો. રાજસભાનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં દ્વારપાલે આવીને મહારાજાને પ્રણામ કરીને નિવેદન કર્યું:
‘મહારાજા, એક પરદેશી સાર્થવાહ આપનાં દર્શન કરવા ઇચ્છે છે.'
‘એમને આદરપૂર્વક લઈ આવો.' મહારાજાએ આજ્ઞા કરી. દ્વારપાલ નમન કરીને ચાલ્યો ગયો અને રાજસભામાં એક યુવાન-તેજસ્વી સાર્થવાહે પ્રવેશ કર્યો. વિમલયશે સાર્થવાહને જોયો. અને ચોંકી ઊઠ્યો... ‘અરે, આ તો મારા સ્વામીનાથ... અમરકુમાર...!! આવી ગયા... મુનિરાજનું વચન સત્ય સિદ્ધ થયું...' વિમલયશે પોતાના મનોભાવને વ્યક્ત ન થવા દીધા. સાર્થવાહે આવીને મહારાજાને પ્રણામ કર્યા અને રત્નજડિત થાળમાં લાવેલું ઉત્તમ ઝવેરાત ભેટ ધર્યું. મહારાજાએ આદરપૂર્વક ભેટનું સ્વીકાર્યું અને રાજસભામાં ઉચિત સ્થાન આપ્યું. સાર્થવાહે કહ્યું:
‘મહારાજા, હું ચંપાનગરીનો સાર્થવાહ અમરકુમાર છું. બાર વર્ષથી વિદેશોમાં પરિભ્રમણ કરી વ્યાપાર કરી રહ્યો છું. આજે પ્રભાતે જ મારાં બત્રીસ વહાણો સાથે અહીં બેનાતટ-બંદરે આવ્યો છું... આપની કૃપા થશે તો અહીં વ્યાપાર ક૨વાની મારી ઇચ્છા છે.’
‘અવશ્ય, સાર્થવાહ! મારા રાજ્યમાં તમે સુખપૂર્વક વ્યાપાર કરી શકશો.' ‘આપનો મહાન અનુગ્રહ થયો મારા પર...'
વિમલયશ તો ક્યારનોય રાજસભામાંથી નીકળીને પોતાના મહેલમાં પહોંચી ગયો હતો. તેણે પોતાના અત્યંત વિશ્વસનીય માણસોને બોલાવી લીધા અને ગુપ્ત મંત્રણાખંડમાં જઈને માણસોને કહ્યું:
‘તમે રાજસભામાં આજે જ આવેલા સાર્થવાહને જોયા ને?’
‘હા જી’
‘સમુદ્રકિનારે એનાં બત્રીસ વહાણો ઊભાં છે... તમારે અહીંથી મારા નામથી અંકિત બધા જ મૂલ્યવાન અલંકારો લઈ જવાના અને એ વહાણોમાં
For Private And Personal Use Only