________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪.
પ્રીત કિયે દુઃખ હોય ગુણમંજરીનાં સુંદર સુકુમાર નયનો અચળ શ્રદ્ધાથી વિમલયશ સામે તાકી રહ્યાં હતાં... છતાં હતી તો એક ભોળી પંખિણી જેવી પત્ની સાથે એક છલના... વિમલયશના અંતરની મૂંગી વેદના ચીસ પાડી ઊઠી. તે ઊભો થયો અને વીણાને ઉત્સંગમાં લઈ ગુણમંજરી સામે બેસી ગયો.
વીણાના તાર રણઝણી ઊઠ્યા. સૂરાવલિ અનેરા ઉત્સાહથી હવામાં રમવા લાગી. વીણાના તારો પર એની આંગળીઓ જાણે સૂરોની ગુલછડી બની ગઈ. અને.. એ સૂરાવલિ સાથે લાવણ્યપુંજ સમી ગુણમંજરીના કોકિલકંઠનું માધુર્ય ભળી ગયું... બન્નેના આત્મા સ્વરસરિતામાં તરબોળ બની ગયા.
૦ ૦ ૦. દરરોજ આ રીતે રાત્રે સ્વર્ણદીપકોના સૌમ્ય પ્રકાશમાં. વીણાવાદન થતું રહે છે. બંનેના આત્માનું અદ્વૈત રચાય છે.. પછી બંને પદ્માસનસ્થ બનીને શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીન બને છે.
ક્યારેક વિમલયશ ગુણમંજરીને શ્રી નવકારમંત્રનો મહિમા બતાવતી કથાઓ કહે છે. ગુણમંજરી કથામૃતનું ભાવથી પાન કરે છે.
ક્યારેક વિમલયશ ગુણમંજરીને તત્ત્વજ્ઞાન સમજાવે છે. ગુણમંજરી તત્ત્વજ્ઞાનને ધીરે ધીરે પચાવે છે.
દિવસો વીતે છે... વિમલયશને શ્રદ્ધા છે. એક મહિનો પૂરો થાય તે પૂર્વે અમરકુમાર આવી પહોંચવો જોઈએ. તેનું હૈયું શ્રદ્ધા હારી બેઠું ન હતું. એને વિશ્વાસ હતો કે મારું સતીત્વ વિજયને વરીને જ રહેશે.'
મહિનામાં માત્ર ત્રણ દિવસો જ બાકી રહ્યા. ગુણમંજરીના હૈયે પ્રેમની હેલી ચઢે છે. વિમલયશની આંખો દૂરદૂર... અમરકુમારને શોધે છે.
એનું અંતઃકરણ આશ્વાસન આપે છે... એની વામ ચક્ષુ સ્કુરાયમાન થાય છે... હૃદય અવ્યક્ત આનંદ અનુભવે છે. રાજમહેલના ઝરૂખે બેઠેલો વિમલયશ... રાજસભામાં જવા ઊભો થયો. શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું અને મહેલની બહાર નીકળ્યો... તો સૌભાગ્યવંતી નારીનાં શુભ શુકન થયા...
0
0
0
For Private And Personal Use Only