________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
પ્રીત કિયે દુઃખ હોય દિવસ... આ જ રીતે વ્યતીત કરવા પડશે...!”
કેમ? શાથી?' ગુણમંજરી વિહ્વળ બની ગઈ. તે પલંગ પરથી ઊઠીને વિમલયશના ચરણોમાં બેસી ગઈ. . “મેં એક પ્રતિજ્ઞા કરી હતી...' શાની? ક્યારે?'
જ્યારે તસ્કર તારું અપહરણ કરી ગયો હતો... તને પાછી લઈ આવવા મેં બીડું ઝડપ્યું હતું. ત્યારે મેં સંકલ્પ કર્યો હતો. કે...'
શો સંકલ્પ?'
મહારાજાએ ઘોષણા કરી હતી કે, “જે કોઈ રાજકુમારીને લઈ આવશે તેને મારું અડધું રાજ્ય આપીશ અને રાજકુમારી પરણાવીશ.” એટલે તારાં ને મારાં લગ્ન થવાનાં-જો હું તને લઈ આવું તો! જો લગ્ન થાય તો અમે બંને એક માસ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરીશું...' તને હું સુરક્ષિત લઈ આવ્યો... મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ ને?'
ગુણમંજરીએ વિમલયશની આંખોમાં આંખો પરોવીને જોયું. તેણે એ આંખોમાં નિર્મળતા... પવિત્રતાનું તેજ જોયું... અને ગુણમંજરીના અંગેઅંગમાં પવિત્રતાની એક લહેર લહેરાઈ ઊઠી. એની દેહલતા કંપી ઊઠી. તે બોલી ઊઠી:
જે તમારી પ્રતિજ્ઞા એ જ મારી પ્રતિજ્ઞા પ્રાણનાથ! એક માસ માટે આપણે ભાઈ-બહેન..!' વિમલયશની આંખો હર્ષાશ્ર ઢોળવા લાગી. ગદ્ગદ્ કંઠે તે બોલ્યો: મંજરી, તું ખરેખર મહાન છે...”
મહાનતા અર્પનારા આપ છો ને નાથ! તમને પામીને હું કૃતાર્થ બની છું. મારું જીવન-સ્વપ્ન સાકાર બન્યું છે... આપ મારા સર્વસ્વ છો...”
મંજરી, તને વીણાવાદન સાંભળવું ગમે છે ને?' “અત્યંત ગમે છે... આજ દિન સુધી દૂરથી માત્ર ધ્વનિશ્રવણ કરતી હતી... આજે દર્શન અને શ્રવણ બંને મળશે... કૃતાર્થ થઈશ...'
“દેવી, સંગીતના માધ્યમથી આપણે આપણા પ્રેમને દિવ્ય તપશ્ચર્યા બનાવીશું. આપણો પ્રેમ આત્માથી આત્માનો પ્રેમ બનશે... વચ્ચેથી દેહ અને ઇન્દ્રિયોના અવરોધો દૂર થઈ જશે! પ્રેમનું અદ્વૈત રચાશે...”
For Private And Personal Use Only