________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
પ્રીત કિયે દુઃખ હોય ચિંતા ન કર સુંદરી, ગુણમંજરી અને અમરકુમારનાં લગ્ન થશે. તેમનું દાંપત્યજીવન સુખમય બનશે અને ગુણમંજરી માતા પણ બનશે. એનો પુત્ર આ સંસારમાં અમરકુમારના યશને વિસ્તારશે..'
દેવી અદૃશ્ય થઈ ગયાં. વિમલયશ આશ્વસ્ત થઈ ગયો... અને ભૂમિશયન કરી નિદ્રાધીન થયો.
રાજ કુમારી ગુણમંજરીનાં લગ્નના સમાચાર બેનાતટ રાજ્યનાં ગામ-નગરોમાં પ્રસારિત થયા. મિત્ર-રાજ્યોમાં પણ સમાચારો ફરી વળ્યા. ગુણમંજરી અને વિમલયશના રૂપ-લાવણયની સર્વત્ર પ્રશંસા થવા લાગી. એમના સૌભાગ્યની
સ્તુતિઓ થવા લાગી... ચારે બાજુથી રાજાઓ, રાજકુમારો, શ્રેષ્ઠીઓશ્રેષ્ઠીકુમારો...કવિઓ ને કલાકારો આવવા લાગ્યા.
લગ્નમંડપને કેળનાં પાન, આમ્રમંજરી અને રંગબેરંગી ફૂલવેલોથી સજાવેલો હતો. ઠેર ઠેર સુસજ્જ સુંદર પરિચારિકાઓ આમંત્રિતોનું સ્વાગત કરતી ઊભી હતી. સારો ય મંડપ અતિથિઓ અને પ્રજાજનોથી ભરાઈ ગયો હતો. મહારાજા ગુણપાલના આનંદનો પાર ન હતો.
રાજપુરોહિતે મંત્રોચ્ચાર શરૂ કર્યો. વિમલયશ અને ગુણમંજરીની આંખો મળી, લગ્નસમય આવી પહોંચ્યો. રાજકુમારીએ વિમલયશના ગળામાં વરમાળા આરોપી દીધી. લગ્નવિધિ પૂર્ણ થઈ.
ગણમંજરીની સાથે વિમલયશ પોતાના મહેલમાં આવ્યો. ગુણમંજરીની પરિચારિકાઓ પહેલેથી જ વિમલયશના મહેલમાં પહોંચી ગઈ હતી. પરંતુ મુખ્ય પરિચારિકા તો માલતી જ હતી.
ભોજનાદિથી નિવૃત્ત થઈ જ્યારે ગુણમંજરીએ શયનખંડમાં પ્રવેશ કર્યો.... ત્યારે તેને આશ્ચર્ય થયું. શયનખંડમાં બે પલંગ શણગારેલા હતા... એ કંઈ વિચારે, એ પહેલાં જ વિમલયશે પણ શયનખંડમાં પ્રવેશ કર્યો. ગુણમંજરીનું મુખ લજ્જાની લાલીમાં ડૂબી ગયું. એની આંખોના પોપચાં નીચાં ઢળી ગયાં... એક મૌન-મધુર અનુભૂતિથી ગુણમંજરી ભાવવિભોર બની ગઈ. તે પલંગના કિનારે બેસી ગઈ.
વિમલયશ સામેના પલંગ પર બેસી ગયો! ગુણમંજરીએ વિમલયશ સામે જોયું. વિમલયશની આંખોમાંથી સ્નેહ નીતરતો હતો... એના મુખ પર સ્મિત રમતું હતું. તેણે મૌન તોડ્યું:
દેવી, આશ્ચર્ય થાય છે ને? બીજી કોઈ કલ્પના ન કરીશ.. આપણે થોડાક
For Private And Personal Use Only