________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
પ્રીત કિયે દુઃખ હોય માટે મારે કોઈ નાટક તો કરવું જ પડશે. આ વેશમાં હું નાટક તો સરસ કરી શકીશ. વળી, હવે તો હું રાજા છું. એટલે એમને પ્રભાવિત કરવાનું કામ સરળ બની જશે.. હું આ વેશમાં જ એમને વચનબદ્ધ કરી લઈશ... “તમને તમારી પત્ની તો મળશે.. પણ પછી તો એની વાત માનવી પડશે!' આવું કંઈક કબૂલ કરાવી લઈશ...'
‘તું કબૂલ તો કરાવી લઈશ... પરંતુ એ બેનાં મન મળ્યાં નહીં... અને લગ્ન કરી લે.. તો એમાં ગુણમંજરીને દુઃખ નહીં પડે? પત્નીને પતિનો પ્રેમ ન મળે તો... લગ્નજીવન નિષ્ફળ જાય... અને આ રીતે કોઈ સ્ત્રીના જીવન સાથે રમત રમવી...”
વિમલયશ અસ્વસ્થ બન્યો. તે ઊભો થયો. મહેલના ઝરૂખામાં જઈને ઊભો... “અમરકુમાર સાથે ગુણમંજરીનું જીવન સુખમય બનવું જોઈએ... મારા સ્વાર્થ ખાતર ગુણમંજરીના જીવન સાથે ખેલ ન જ ખેલી શકાય. તેનું આંતરમન બોલી ઊઠ્યું.
એનો નિર્ણય કેવી રીતે કરું? અલબત્ત, ગુણમંજરી પુણ્યશાળી કન્યા છે.. છતાં કોઈ પાપકર્મ ઉદયમાં આવવાનું હોય... ને તેમાં હું નિમિત્ત બની જાઉં તો? હું જાતે દુઃખ સહી શકું પરંતુ એનું દુઃખ મારાથી નહીં જોઈ શકાય... અલબત્ત, એને હું મારી પાસે જ રાખીશ... મારા તરફથી તો એને ભરપૂર પ્રેમ મળશે...”
છતાં મારે નિઃશંક બનવું અનિવાર્ય છે. એ બંનેનું જીવન સુખમય બનવાનો સ્પષ્ટ નિર્દેશ મને મળવો જોઈએ...” અને એકદમ એના મનમાં ઝબકારો થયો શાસનદેવીને પૂછી લઉં! હા, હા, મારી એ દિવ્ય માતા... ભવિષ્યનો ભેદ મને જરૂર બતાવશે..”
વિમલયશનું મન હળવું થઈ ગયું... પ્રફુલ્લિત થઈ ગયું. તેણે ખંડમાં આવી વસ્ત્ર બદલ્યાં. શુદ્ધ વસ્ત્રો પહેરીને ધ્યાનમાં બેસી ગયો. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો.
એક દિવ્ય પ્રકાશનું વર્તુળ રચાયું... અદ્ભુત સુગંધ ખંડમાં પ્રસરી ગઈ... અને શાસનદેવી પ્રત્યક્ષ થયાં.
કહે સુંદરી, મને કેમ યાદ કરી? “હે વાત્સલ્યમયી માતા, મારે ગુણમંજરી સાથે લગ્ન કરવાં પડશે.. પછી શું અમરકુમાર-ગુણમંજરીનાં લગ્ન થશે? લગ્નજીવન સુખમય બનશે? આ જાણવા માટે આપને કષ્ટ આપ્યું...”
For Private And Personal Use Only