________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
પ્રીત કિયે દુઃખ હોય ના ના, હું એને પ્રેમથી સમજાવીશ... એક બનાવટને સાચવવા માટે અનેક બનાવટો કરવી પડશે... શું કરું? બીજો કોઈ માર્ગ નથી... એને ભ્રમણામાં રાખ્યા વિના છૂટકો નથી...
લગ્ન કરવાની જ ના પાડી દઉં તો? તો મહારાજા મારા જીવનમાં ઊંડા ઊતરવા તૈયાર થશે. “વિમલયશ લગ્ન કરવાની કેમ ના પાડે છે?” અને ગુણમંજરી તો મારા સિવાય હવે બીજા કોઈ સાથે લગ્ન કરે જ નહીં..
વિમલયશને ચોરની ગુફામાં સાંભળેલાં ગુણમંજરીનાં વચનો યાદ આવી ગયાં... ચોરની તલવારથી ડર્યા વિના એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું... “હું મારા મનથી વિમલયશને વરી ચૂકી છું... એ જ મારો ભરથાર છે.”
એ મને સાચા હૃદયથી ચાહે છે... હું લગ્ન કરવાની ના પાડી દઉં તો એ કદાચ આપઘાત કરી દે... મોટો અનર્થ થઈ જાય... આખર એનું સ્ત્રીહૃદય છે. ને! સ્ત્રીના હૃદયને સ્ત્રી જ સમજી શકે.... જ્યારે પિતાજીએ મારું લગ્ન અમર સાથે કરવાનો પ્રસ્તાવ અમરના પિતા સમક્ષ મૂક્યો હતો. અને અમરના પિતાએ અમરને વાત કરી હતી ત્યારે અમરે જ લગ્ન કરવાની ના પાડી હોત તો મારું શું થાત? હું તો ગાંડી જ થઈ જાત... ચંપાની ગલીઓમાં અમર... અમર...'ની બૂમો પાડતી ભટકત! સ્ત્રી જ્યારે કોઈને પોતાનું હૃદય આપી દે છે... પછી પ્રેમની ખાતર પોતાના પ્રાણની પણ પરવા કરતી નથી...
લગ્ન તો મારે કરવાં જ પડશે. પરંતુ અમરકુમારના આવ્યા પછી ભેદ ખૂલી ગયા પછી શું થશે?” વિમલયશનું મન મૂંઝાયું.... પણ તુરત એણે ઉકેલ શોધી કાઢ્યો. “હું ગુણમંજરીનાં લગ્ન અમરકુમાર સાથે કરાવી દઈશ!
પણ ગુણમંજરી સંમત થશે, અમરકુમાર સાથે લગ્ન કરવા?” બીજો પ્રશ્ન ઊઠ્યો. ‘જો એ સંમત થાય નહીં.. તો એ મને ત્યારે ધિક્કારશે નહીં? મને ઉપાલંભ નહીં આપે?' તમે સ્ત્રી હતાં તો પછી મારી સાથે લગ્ન શા માટે કર્યા? મારી સાથે દંભ કેમ કર્યો?”
ના, ના, અમરકુમારનું રૂપ... એમનું વ્યક્તિત્વ... જોઈને ગુણમંજરી એમની સાથે લગ્ન કરવા સંમત થઈ જ જશે..
“પરંતુ અમરકુમાર સંમત ન થયા તો?' વિમલયશના મનમાં એક પછી એક પ્રશ્ન ઊઠવા લાગ્યા!
હું એમને પણ સંમત કરી લઈશ... હું એમને પહેલેથી જ એવા પ્રભાવિત કરી દઈશ.. કે એ મારી વાતને ટાળી જ ન શકે! હા, એમને પ્રભાવિત કરવા
For Private And Personal Use Only