________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ
0
ક્ટ ને
?
માલતીએ વિમલયશના શયનખંડને નવું રૂપ આપ્યું હતું. નવા શણગાર સજાવ્યા હતા. વિમલયશના પથંકની સામે જ એક સુંદર સુવર્ણદીપ પેટાવ્યો હતો. કમળના પુષ્પ પર એક સુંદર નારી મૂર્તિના હાથમાં અર્ધચન્દ્રાકારે પાંચ પ્રદીપ સજેલા હતા. પાંચ પ્રદીપોનો સૌમ્ય પ્રકાશ શયનખંડને અજવાળી રહ્યો હતો.
વિમલયશ શયનખંડમાં બેઠો હતો. નિરવ શાન્તિ હતી. તેની દૃષ્ટિ સુવર્ણદીપ ઉપર ગઈ. પાંચ પ્રદીપોની જ્યોતિમાં એને પંચપરમેષ્ટિ ભગવંતોનાં દર્શન થયાં. તેણે “નમ: પંચપરમેષ્ઠિભ્યઃ” બોલીને ભાવ વંદના કરી.
....અને એની સ્મૃતિમાં અમરકુમાર આવ્યો... હજુ સુધી એ આવ્યા નહીં... પણ શાના આવે? જ્યાં સુધી હું સાત કોડીથી રાજ ન મેળવી લઉં ત્યાં સુધી તે ન જ આવે ને...! રાજ્ય મળી ગયું! એમને તો ક્યાંથી કલ્પના હોય કે મને રાજ્ય મળ્યું છે. એ તો મને મરી ગયેલી જ માનતા હશે.. અહીં આવશે અને
જ્યારે ભેદ ખુલશે ત્યારે? એમના પશ્ચાત્તાપનો પાર નહીં રહે... એ શરમીંદા થઈ જશે...
નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવો મેં મારા જીવનમાં અનુભવ્યા. એ મહામંત્રના પ્રભાવે જ રાજ્યની પ્રાપ્તિ થઈ. અચાનક કેવા વિચિત્ર સંયોગો ઊભા થઈ ગયા? જો ચોરનો ઉપદ્રવ ન થાત, ચોર રાજકુમારીનું અપહરણ ન કરી જાત... તો મહારાજા અડધું રાજ્ય આપવાની... રાજકુમારી પરણાવવાની ઘોષણા ન કરત... તો મને રાજ્ય પ્રાપ્ત ન થાત...
અને... આ ગુણમંજરી...? મારે એની સાથે લગ્ન કરવું પડશે!! આ પણ કર્મોનો એક ખેલ જ છે ને! સ્ત્રી સ્ત્રીને પરણશે! પરંતુ એ બિચારી તો મને રાજકુમાર જ સમજે છે ને! આ નગરમાં મને બધા જ રાજકુમાર સમજે છે.
ગુણમંજરી સાથે લગ્ન તો કરવો પડશે... જ્યાં સુધી અમરકુમારનું મિલન ન થાય ત્યાં સુધી મારો ભેદ હું ખોલીશ નહીં. હા, મારે ગુણમંજરીથી અળગા રહેવું પડશે. એ ભોળી રાજ કન્યાને હું વૈષયિક સુખ નહીં આપી શકું... સ્પર્શસખની એની કલ્પનાઓ સાકાર નહીં બની શકે... એને આઘાત તો લાગશે...
For Private And Personal Use Only