________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
પ્રીત કિયે દુઃખ હોય રાજસભામાં “મહારાજા વિમલયશનો જય હો!” ના પોકારો થવા લાગ્યા.
બહુ જ યોગ્ય સન્માન કર્યું મહારાજાએ!” મહામંત્રીએ ઊભા થઈને વિમલયશનું અભિવાદન કર્યું.
બીજી મહત્ત્વની વાત સાંભળો...” મહારાજા બોલ્યા. સભા શાંત થઈ
ગઈ...
રાજકુમારી ગુણમંજરીનો વિવાહ વિમલયશ સાથે કરવાનો જાહેર કરશે
પ્રજાજનો નાચી ઊઠ્યા. ગુણમંજરી શરમાઈ ગઈ. પિતા પાસેથી ઊઠીને જવનિકામાં ચાલી ગઈ... માતાના ખોળામાં મસ્તક છુપાવીને હર્ષના આવેગને રોકવા લાગી.
“મહારાજા, ખરેખર! રાજકુમારી માટે આપે સુયોગ્ય વરની પસંદગી કરી છે. રાજકુમારીનો મહાન પુણ્યોદય છે... જે કન્યાનો ઉત્કૃષ્ટ પુણ્યોદય હોય તેને જ મહાન વિમલયશ જેવો ભરથાર મળે.' મહામંત્રીએ ઊભા થઈને મહારાજાની ઘોષણાનું અનુમોદન કર્યું. મહારાજાએ રાજપુરોહિતને સંબોધીને કહ્યું:
પુરોહિતજી, રાજકુમારીના લગ્નનું શ્રેષ્ઠ મુહુર્ત કાઢીને આવતી કાલે નિવેદન કિરજો.'
જેવી મહારાજાની આજ્ઞા.' રાજપુરોહિતે ઊભા થઈને મહારાજાની આજ્ઞા શિરોધાર્ય કરી.
રાજસભાનું વિસર્જન થયું. વિમલયશે મૃત્યુંજયને ગુફામાંથી ધનમાલ લઈ આવવા રવાના કર્યો. સાથે ગાડાં મોકલ્યાં અને સુભટોને પણ મોકલ્યા. વિમલયશ મહારાજાની આજ્ઞા લઈને પોતાના મહેલમાં આવ્યો.
મહેલના દરવાજે માલતીએ અક્ષતથી વધાવીને વિમલયશનું સ્વાગત કર્યું. વિમલયશે માલતીને પ્રસન્ન થઈને રનહાર ભેટ આપ્યો.
મહારાજા! હવે આ મહેલ “રાજમહેલ” બની જશે! અને હું મહારાણીની પરિચારિકા બની જઈશ!
૦ ૦ ૦
For Private And Personal Use Only