________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૨૨૭
હાજર છે...' વિમલયશે રાજસભામાં બેઠેલા તસ્કર સામે જોયું. તસ્કર ઊભો થયો ને મહારાજાની સામે આવીને નતમસ્તકે ઊભો રહ્યો.
ક્ષણભર તો સભા સ્તબ્ધ થઈ ગઈ... તસ્કર સોહામણો યુવાન હતો. મહારાજાએ વિમલયશને પૂછ્યું:
'કહો કુમાર, આ તસ્કરના અસંખ્ય અપરાધોની શું સજા કરું?’
‘મહારાજા, મારી વિનંતી છે...’
‘સંકોચ રાખ્યા વગર કહો... તમે જેમ કહેશો, તેમ જ થશે...' 'તો તસ્કરને અભયદાન આપો!'
‘અભયદાન?’ સભામાંથી લોકો બોલી ઊઠ્યા.
‘હા, અભયદાન! હવેથી એ ચોરી નહીં કરે... ચોરેલું ધન તેના માલિકોને મળી જશે... અને આ રાજ્યનો સેવક બનીને જીવશે...’
વિમલયશે તસ્કર સામે જોયું. તસ્કર કે જેનું નામ મૃત્યુંજય હતું. તેણે મહારાજાને અને વિમલયશને પ્રણામ કરીને કહ્યું:
‘મહારાજા, હું અપરાધી છું. મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે... ખરેખર હું વધ્ય જ છું... પરંતુ મારા પર રાજકુમાર વિમલયશે પરમ ઉપકાર કરીને મને અભયદાન અપાવ્યું છે... તો હું આજે પ્રતિજ્ઞા કરું છું કે હું આપને અને રાજ્યને પૂર્ણ વફાદાર રહીશ... આપ મને જે સેવાની આજ્ઞા કરશો, એ સેવા કરતો રહીશ...’
મહારાજાએ વિમલયશ સામે જોયું. વિમલયશે કહ્યું:
‘મહારાજા, મૃત્યુંજય રાજ્યની સેનાનો સેનાપતિ થવા યોગ્ય છે...'
‘ભલે, હું મૃત્યુંજયને સેનાપતિ-પદ આપું છું!' મૃત્યુંજય આનંદવિભોર થઈ ગયો. તેણે મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા. વિમલયશે ઘોષણા કરી:
‘આવતી કાલે રાજસભામાં મૃત્યુંજય બધો જ ચોરીનો માલ હાજર કરશે. જેમનો જેમનો માલ હોય તેણે આવીને લઈ જવાનો છે.'
મહા૨ાજાએ સભાને ઉદ્દેશીને કહ્યું:
‘વિમલયશે... તસ્કરની જો આ રીતે કદર કરી, તો મારે પણ વિમલયશની કદર કરવી જોઈએ... મારા પ્રિય પ્રજાજનો, મારી ઘોષણા મુજબ હું મારું અડધું રાજ્ય વિમલયશને આપું છું...!'
For Private And Personal Use Only