________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
પ્રીત કિયે દુઃખ હોય નગરમાં આનંદનાં પૂર ચઢ્યાં. નગરવધૂઓએ વિમલયશ પર પુષ્પવૃષ્ટિ કરી. રાજસભા ભરાઈ.
મહારાજાએ વિમલયશને પોતાની પાસે જ બેસાડ્યો. જવનિકાની પાછળ ગુણમંજરી મહારાણી પાસે બેઠી. મહારાજાએ સમગ્ર સભાને ઉદ્દેશીને કહ્યું :
મારા પ્રિય પ્રજાજનો, આજે આપણા આનંદનો પાર નથી. આ અપાર આનંદને આપનાર છે પરદેશી રાજકુમાર વિમલયશ! રાજકુમારીને ભયંકર ચોરના સકંજામાંથી છોડાવીને એ લાવ્યો છે. પહેલાં આપણે વિમલયશના મુખે જ સાંભળીએ કે એણે રાજકુમારીને કેવી રીતે મુક્ત કરી. ને ચોરનું શું કર્યું..”
મહારાજાએ વિમલયશ સામે જોયું. વિમલશે ઊભા થઈ, મહારાજાને પ્રણામ કર્યા. પ્રજાજનોને પ્રણામ કર્યા અને કહ્યું:
“પિતાતુલ્ય મહારાજા અને વહાલા પ્રજાજનો, જે કંઈ સારું થયું છે તે શ્રી નવકાર મહામંત્રના પ્રભાવે થયું છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું... અને રાજકુમારીના પ્રબળ પુણ્યથી હું સમયસર એની પાસે પહોંચી શક્યો.
કેટલાય દિવસોથી નગરમાં હાહાકાર મચાવનાર તસ્કર કોઈ સામાન્ય તસ્કર નથી. એની પાસે વિદ્યાશક્તિ છે. એ શક્તિના બળે જ તેણે અત્યાર સુધી સફળતા પ્રાપ્ત કરી છે... પરંતુ વિદ્યાશક્તિનો દુરુપયોગ કરવાથી છેવટે તે જીવતો પકડાયો... પરાજિત થયો. અને મારા શરણે આવ્યો.. અચાનક જવનિકામાંથી ગુણમંજરી બહાર આવી. મહારાજા પાસે જઈને તેણે કહ્યું: “પિતાજી, તસ્કર પાસે વિદ્યાશક્તિ હશે પરંતુ પરદેશી કુમાર પાસે તો અનેક વિદ્યાશક્તિઓ છે... તેઓ અદશ્ય બનીને તસ્કરની પાછળ જ ગુફામાં આવ્યા હતા.. અને એક જ મુષ્ઠિપ્રહાર કરીને ભૂશરણ કરી દીધો હતો... એક જ પાદપ્રહાર કરીને તેને લોહી વમતો કરી દીધો હતો. કુમારની શક્તિ ગજબ છે.. પિતાજી, મારા પ્રાણની રક્ષા કરનારા એ કુમારનો હું કયા શબ્દોમાં આભાર માનું?' ગુણમંજરીનો કંઠ ગદ્ગદ્ થઈ ગયો. સભાજનોની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ.
કુમાર, એ તસ્કરનું શું કર્યું?” મહારાજા, તેને અમારી સાથે જ લઈ આવ્યા છીએ... આપની સેવામાં એ
For Private And Personal Use Only