________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૨૫
તમારો કોઈ વિશ્વાસ નહીં કરે ... વિશ્વમાં તમારી કરુણા નિરાધાર બની જશે!
હે મહામંત્ર! જેમ સરયુમાં કાષ્ઠ તરે છે, તેમ તારી કરુણાના નીરમાં ભવ્ય જીવાત્માઓ તરે છે... તારો એ કરુણાનો પ્રવાહ અમારાં સર્વ સંકટોને હો!
હે પરમેષ્ટિ ભગવંતો! તમે જ ધર્મનું ઉદ્ભવસ્થાન છો, આનંદનું ઝરણું છો, ભવસાગરને તરવા માટે તીર્થ છો, ત્રણેય જગતના નિર્મળ શણગાર છો. જગતનો અજ્ઞાનાંધકા૨ હ૨નારા છો. તમારું આવું દિવ્ય સ્વરૂપ અમારા જીવનતાપને હો...’
મહારાજાની પ્રાર્થના સાથે વાતાવરણમાં અણધાર્યું પરિવર્તન થવા લાગ્યું. મયૂરોના ટહુકાર થવા લાગ્યા. કોયલો ગાન કરવા લાગી... વાયુથી વૃક્ષો ડોલવા લાગ્યાં. જાણે સમસ્ત પ્રકૃતિ આળસ મ૨ડીને જાગી ઊઠી.
ત્યાં એક ઉત્તુંગ વૃક્ષ પરથી રાજપુરુષનો હર્ષધ્વનિ સંભળાયો:
‘વિમલયશ આવી રહ્યા છે... હૃતગતિએ આવી રહ્યા છે... સાથે એક સ્ત્રી અને એક પુરુષ છે...'
‘કઈ દિશામાંથી આવી રહેલા દેખાય છે?' ટોળામાંથી કોઈએ પૂછ્યું. ‘પશ્ચિમ દિશામાંથી...’ વૃક્ષની ટોચે રહેલા પુરુષે જવાબ આપ્યો. સેંકડો સ્ત્રી-પુરુષો પશ્ચિમ દિશા તરફ દોડ્યાં.
મહારાજા પુનઃ શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીન થઈ ગયા. પશ્ચિમ દિશામાં દોડેલાં સ્ત્રી-પુરુષો રસ્તામાં વિમલયશને ભેટી ગયાં. અને લોકોએ... ગુણમંજરીને સુરક્ષિત-સુપ્રસન્ન અવસ્થામાં જોઈ... આનંદવિભોર બની લોકોએ વિમલયશનો જયજયકાર કર્યો... જયધ્વનિ મહારાજાના કાને અથડાયો. તેમણે આંખો ખોલી... પશ્ચિમ દિશા તરફ જોયું. વિમલયશને તીવ્ર ગતિથી આવતો જોયો... મહારાજાની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ. મહારાણીના મુખ પર મલકાટ આવી ગયો. બન્ને ઊભાં થયાં અને પશ્ચિમ દિશા તરફ ચાલ્યાં.
વિમલયશે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. મહારાજાએ વિમલયશને પોતાની છાતીએ ચાંપી દીધો...
મહારાણીએ ગુણમંજરીને પોતાના બાહુપાશમાં જકડી લીધી. મા-દીકરી... હર્ષનાં આંસુ વહાવતાં રહ્યાં.
પ્રજાજનો નાચવા લાગ્યાં. નગરમાંથી બે રથ આવી ગયા. એક રથમાં મહારાજા વિમલયશ સાથે બેઠા. બીજા રથમાં મહારાણી ગુણમંજરી સાથે બેઠી. તસ્કરને વિમલયશે પોતાના ૨થ સાથે જ ચાલવા સૂચન કરી દીધું.
For Private And Personal Use Only