________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39
e
.
ગુણમંજરી હર્ષવિભોર બની ગઈ. દુઃખનાં આંસુ હર્ષનાં મોતી બની ગયાં. અધર પર સ્મિતની સૌરભ પ્રસરી ગઈ. તેણે વિમલયશનાં ચરણ પકડી લીધાં... તે બોલી ઊઠી:
त्वमेव शरणं मम! વિમલયશનો ગંભીર અવાજ ગુફામાં ગુંજી ઊઠ્યો: “હે તસ્કર, તું વિદ્યાવંત છે માટે તને હણતો નથી.... તારી વિદ્યાશક્તિનો તું દુરુપયોગ કરી રહ્યો છે...”
વિમલયશન મુષ્ટિપ્રહારથી અને પાદપ્રહારથી તસ્કર ઘોર વેદના અનુભવતો જમીન પર તરફડી રહ્યો હતો. તેણે વિમલયશની અજેય શક્તિ સમક્ષ પોતાની હાર માની લીધી. વિમલયશનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું.
આપણે હવે ક્ષણનોય વિલંબ કર્યા વિના નગરમાં પહોંચી જવું જોઈએ. પ્રભાત થઈ ગયું છે. મહારાજા જ્યારે મારા મહેલમાં મને નહીં જુએ. ત્યારે મારા અપહરણનું અનુમાન કરી લેશે. અને કોઈ અનર્થ સર્જાઈ જશે...” વિમલયશ રાજકુમારીને અને તસ્કરને લઈ ગુફામાંથી બહાર નીકળ્યો.
૦ ૦ ૦. મહારાજા અને મહારાણી સમગ્ર રાત જાગતાં રહ્યાં હતાં. વિમલયશની ચિતાથી વ્યાકુળ હતાં. જ્યાં ઉષાકાળ થયો, મહારાજા પોતે વિમલયશના મહેલે આવ્યા.
મહેલના ખુલ્લા દરવાજા જોઈને જ મોટી ફાળ પડી. મહેલમાં પ્રવેશીને તેમણે બૂમ પાડી: “વિમલયશ.... વિમલયશ.' પરંતુ પ્રત્યુત્તર ન મળ્યો. તેમણે મહેલનો એક એક ખંડ જોઈ લીધો.. તિજોરીઓ ખાલી પડી હતી... ધનમાલ ચોરાઈ ગયો હતો અને વિમલયશ ખોવાઈ ગયો હતો..
મહારાજા ભયભ્રાન્ત થઈ ગયા. દોડતા રાજમહેલમાં આવ્યા. મંત્રીવર્ગ, સેનાપતિઓ... નગરશ્રેષ્ઠીઓ.. ભેગા થઈ ગયા હતા.
અરે, ગજબ થઈ ગયો. ચોરે કાળો કેર વર્તાવી દીધો... વિમલયશનું પણ અપહરણ થઈ ગયું. તેની ધનસંપત્તિ પણ લૂંટાઈ ગઈ...” મહારાજા બે હાથમાં પોતાનું મુખ છુપાવી રડી પડયા.
For Private And Personal Use Only