________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
પ્રીત કિયે દુઃખ હોય નિરાભરણ રાજકુમારીને જોઈ વિમલયશની ભાવવિહ્વળ આંખો ભરાઈ આવી. “રાજપ્રાસાદમાં ઊછરેલું આ સુકુમાર પુષ્ય.... આજે આ દુઃખમાં?' એક વિચિત્ર પ્રકારના વિષાદથી એનું અંતર ઘેરાઈ ગયું... ત્યાં તો તસ્કર બોલ્યો:
જો, આ આભૂષણો કોનાં છે?' તસ્કરે વિમલયશના મહેલમાંથી લાવેલાં આભૂષણોનો રાજકુમારી આગળ ઢગલો કર્યો. આભૂષણો પર વિમલયશનું નામ હતું..
આ આભૂષણો તો મારા એ પરદેશી કુમારના છે..” “એનાં હતાં, હવે નથી! એ જ હવે જીવતો રહ્યો નથી...”
એટલે?” રાજકુમારી બેબાકળી બની ગઈ. “એને યમલોકે પહોંચાડી, એનું સર્વ ધન હું લઈ આવ્યો છું! કહે, હવે તો તું મારી રાણી થઈશ ને?”
દુષ્ટ, અધમ.. તારા જેવા હત્યારાનું મુખ પણ હું જોવા નથી ઇચ્છતી. અને જો તું કહે છે તે સત્ય હોય... તો હવે મારે પણ જીવવું નથી. હું પણ મારા પ્રાણોનો ત્યાગ કરીશ.'
શા માટે? શું એ પરદેશી કુમાર જેવું મારું રૂપ નથી? એના જેટલી સંપત્તિ નથી? મારામાં તને શું અધૂરપ લાગે છે?'
અધૂરપ? એ ગરુડ છે તો તું કાગડો છે... એ કમલ છે તો તું આકડો છે...'
“ચૂપ કર... તારી જીભ લાંબી છે... આ છરીથી છેદી નાંખીશ...” તસ્કરે રાડ પાડી. છરી સાથે રાજકુમારી ઉપર ધસી ગયો.
ત્યાં જ તસ્કરના માથા પર પ્રબળ બુદ્ધિપ્રહાર થયો ને “હાય...' કરતો તસ્કર જમીન પર પછડાઈ ગયો.
“દુષ્ટ, અબળા પર પ્રહાર કરવાની તારી બહાદુરી છે? પરદેશી રાજકુમાર યમલોકે ગયો છે કે તારો યમરાજ બની તારી સાર્મ ઊભો છે. તે જો!'
વિમલયશ સ્વ-રૂપે પ્રગટ થયો..
૦
૦
૦
For Private And Personal Use Only