________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
પ્રીત કિયે દુઃખ હોય
મારો નિર્ણય મેં કહી જ દીધો છે. એમાં કોઈ જ પરિવર્તનની શક્યતા નથી..”
સંયોગો ને પરિસ્થિતિઓ ભલભલાના નિર્ણયો બદલાવી નાંખે છે... કુમારી! રાત્રે જ્યારે હું આવીશ ત્યારે તારા સંયોગો બદલાઈ ગયા હશે...”
સંયોગો ભલે બદલાય... કદાચ એ પરિવર્તન સાથે તારું પરિવર્તન થઈ જાય તો?'
તસ્કર અનિમેષ નયને ગુણમંજરીને જોઈ રહ્યો. કેતકીનાં ફૂલ જેવાં એનાં સુંદર પ્રફુલ્લ નયનો.. મહુડાની કળી જેવો એનો કપોલ-પ્રદેશ.. દાડમની કળી જેવી સુડોળ દંતપંક્તિ... અને જયાકર્મ જેવા લાલચટક એના અધર... ગુણમંજરીના સૌન્દર્યવૈભવને સ્તબ્ધ બનીને જોતો જ રહ્યો. એનું હૈયું વારી ગયું કુમારી પર... પણ એ ડરી ગયો. કુમારીના કૌમાર્ય-તેજથી તે હતપ્રભ થઈ ગયો.
તે ચાલ્યો ગયો. ગુફામાંથી બહાર નીકળીને તે બેનાતટનગરમાં છદ્મવેશે પ્રવેશી ગયો.
તસ્કરના ગયા પછી ગુણમંજરીને પોતાની પહાડ જેવડી મોટી ભૂલ સમજાઈ...મેં આ દુષ્ટને વિમલયશનું નામ બતાવી દઈને... મોટી ભૂલ કરી... વિમલયશને મેં વિપત્તિમાં મૂકી દીધો.. આ ચોર ભયાનક છે, ક્રૂર છે... કદાચ વિમલયશને...” તે ધ્રુજી ઊઠી. એના મુખ પર શોકનાં ઘેરા વાદળ છવાઈ ગયાં, તેના હૈયામાંથી ઊના ઊના નિઃશ્વાસ નીકળવા લાગ્યા. સ્વગત બોલવા લાગી:
અરેરે, આ બધું અચાનક શું બની ગયું? શું મારા ભાગ્યમાં આવું ઘોર દુઃખ લખાયું હશે? અને મને ક્ષમા કરો મારા હૃદયનાથ, તમારું નામ બોલીને મેં તમારો ઘોર અપરાધ કર્યો છે... મારી સાથે સાથે તમને પણ મેં સંકટમાં મૂકી દીધા...' રાજકુમારી રડી પડી.
એની કલ્પનાસૃષ્ટિમાં વિમલયશની સ્નેહભીની દૃષ્ટિ સાકાર થઈ. એના કણ પર જાણે વીણાના સૂરો અથડાવા લાગ્યા... પણ તે આનંદવિભોર બની શકી નહીં. તેના વદન પરની ગ્લાનિ કંઈક ઓછી થઈ... તેનો અગાધ પ્રેમસાગર કંઈક ખળભળ્યો. ને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.
પિતાજી મારી શોધ અવશ્ય કરાવશે... મારા અપહરણના સમાચાર વિમલયશે જાણ્યા જ હશે. એ કેટલો દુઃખી થયો હશે? એને જેમ હું સમગ્રતયા ચાહું છું એમ એ પણ મને ચાહે છે! મને શોધવા માટે એ નીકળી પડ્યો હશે...! એ જાણી શક્યો હશે મારી વેદનાને...”
For Private And Personal Use Only