________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦.
પ્રીત કિયે દુઃખ હોય દિવસભર એની આતુર આંખડીઓ ગુફાના દ્વાર પર મંડાઈ રહી, પણ રાજકુમારીને કેવળ નિરાશા જ મળી.
આ બાજુ છૂપા વેશે બેનાતટમાં પ્રવેશેલા તસ્કરે જાણી લીધું કે એને પકડવા માટે અને રાજકુમારીને પાછી લઈ આવવા માટે વિમલયશે જ ઘોષણા ઝીલી છે. એણે અટ્ટહાસ્ય કર્યું. તે વિમલયશના મહેલ પાસે આવ્યો. મહેલની ચારે બાજુ ફરીને તેણે મહેલનું ઝીણવટથી અવલોકન કરી લીધું. પોતાના મનમાં ઘાતક યોજના પણ ઘડી દીધી. રાત પડી.
આકાશની ગંગામાંથી ચાંદનીની શ્વેત ધારા ધરતી પર ઢોળાઈ રહી હતી. ધરતી જાણે દૂધે ભરી તળાવડી જેવી લાગતી હતી. ચોપાસ વાતાવરણ શાન્ત હતું... છતાં ભયાક્રાન્ત હતું. લગભગ રાત્રિના બે પ્રહર વીતી ગયા હતા. બેનાતટનગરના રાજમાર્ગો સુમસામ હતા. બધાં જ મકાનો બંધ હતાં. નગરરક્ષકો ને સેનાના સુભટો પોતપોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા. વિમલશે એમને રજા આપી દીધી હતી.
વિમલયશના મહેલનાં દ્વાર ખુલ્લાં હતાં. મહેલનો એકેએક ખંડ ખુલ્લો હતો. ખંડમાં રહેલી ઝવેરાત ભરેલી મંજૂષાઓ ખુલ્લી પડી હતી. કોઈ રક્ષક ન હતો, કોઈ તાળું ન હતું!
એક ખંડમાં વિમલયશ શ્રી નવકારમંત્રના ધ્યાનમાં લીન બન્યો હતો. ધ્યાન પૂર્ણ કરીને વિદ્યાદેવીઓની સ્મૃતિ કરી-એક અદશ્યકરણી અને બીજી હસ્તિશતબલિની. બંને વિદ્યાદેવીઓ પ્રગટ થઈ... વિમલયશ અદૃશ્ય થઈ ગયો....
તેનામાં સો હાથીની શક્તિ સંક્રમિત થઈ ગઈ.. વિદ્યાદેવીઓ અન્તર્ધાન થઈ ગઈ અને તસ્કરે મહેલમાં પ્રવેશ કર્યો.
તેના આશ્ચર્યની અવધિ ન રહી. એણે મહેલ સુધી આવતાં માર્ગમાં કોઈ માણસને ન જોયો! કોઈ સૈનિકને ન જોયો... ને વિમલયશના મહેલની આસપાસ કોઈ ચોકી ન જોઈ...! મહેલના દરવાજા ખુલ્લા જોયા... તે ખૂબ સાવધાનીથી... ખુલ્લી તલવાર સાથે મહેલમાં દાખલ થયો. તેણે મહેલના ખંડોમાં ઝવેરાતની મંજૂષાઓને ખુલ્લી પડેલી જોઈ...!! તે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો....
તે આખા મહેલમાં ફરી વળ્યો... પણ તેને વિમલયશ ન જડ્યો! વિમલયશ તસ્કરને જુએ છે,
For Private And Personal Use Only