________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮
પ્રીત કિયે દુ:ખ હોય
‘ભલે... મારા પ્રાણ અહીં નીકળી જાય...
‘એમ તને મરવા નહીં દઉં... આવી ભરપૂર યુવાની....' તસ્કર ગુણમંજરીની નિકટ જવા લાગ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘દૂર રહેજે દુષ્ટ, હમણાં જ જીભ કચરીને પ્રાણત્યાગ કરી દઈશ...’ તસ્કર પાછો હટી ગયો. તેણે પોતાનો સ્વર કોમળ કરીને કહ્યું:
રાજકુમારી, તું મારી સામે તો જો... છેવટે તારે કોઈની સાથે લગ્ન તો કરવાનાં જ છે ને! તો તું મને પસંદ કરી લે... હું તારાં ચરણોનો દાસ બની જઈશ.'
‘બંધ કર આ બધી વાતો. આ ભવમાં હવે હું બીજા કોઈ પુરુષને વરવાનો વિચાર પણ ન કરી શકું. હું સર્વસ્વ-ભાવે વિમલયશની બની ચૂકી છું... મનથી... પ્રાણથી... ને આત્માથી!'
‘ઓહો! એમ વાત છે! પેલો પરદેશી કુમાર વિમલયશ...?'
‘હા, એ પરદેશી કુમારની હું બની ચૂકી છું...’
‘પણ એ જીવતો જ ન રહે તો?' તસ્કરે દાંત કચકચાવ્યા. ને કમરમાંથી છરી ખેંચી કાઢી ને આકાશમાં ઘુમાવી...
‘એ છરીથી તું મારો દેહ ચીરી નાંખ...'
‘તો પછી વિમલયશને કેવી રીતે પરણીશ?'
‘જીવતી રહીશ તો મારા વિમલયશની બનીને રહીશ. મરીશ તો મૃત્યુંજય બનીને એને પામીશ... આ સિવાય બીજો મારો કોઈ સંકલ્પ નથી.'
હૃદયમાં વલોવાતા વેદનાના તુમુલ તોફાનની રેખાઓ રાજકુમારીના મુખ પર ઊપસી આવી. એના સ્વરમાં અસહ્ય ઉગ્રતા-વ્યગ્રતા ઊછળી આવી. તેણે કહ્યું:
‘તસ્કર, તું શું એટલું પણ સમજી શકતો નથી કે સ્ત્રીને એક જ હૃદય હોય છે... અને તેના હૃદયનો આરાધ્યદેવ પણ એક જ હોય છે... તું મારા પ્રેમની અપાર શક્તિને નમાવી નહીં શકે, હરાવી નહીં શકે... મારા સંકલ્પને બદલી નહીં શકે....
‘ભલે, હું તને મારી વાત પર વિચાર કરવાનો સમય આપું છું... આજનો સંપૂર્ણ દિવસ... અને અડધી રાત! અડધી રાત વીત્યા પછી હું અહીં આવીશ... તને અહીં ભોજન... પાણી વગેરે મળી જશે... મારા આવ્યા પછી તારે તારો નિર્ણય જણાવવો પડશે....
For Private And Personal Use Only