________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0િ
ના
જ
ગુણમંજરી! શુભ્ર સ્ફટિક સમી દીપ્તિમાન કાયા, દીર્ઘલોચન, પ્રશસ્ત વક્ષપ્રદેશ, સમુન્નત ભાલ અને કૃષ્ણપક્ષ સમી શ્યામ ઝૂલતી અલકલટો... રાજકુમારી ગુણમંજરીને દુષ્ટ તસ્કર એક અજ્ઞાત ગુફામાં લઈ આવ્યો હતો. જ્યારે એણે પોતાના પિતાના વેશમાં.. છુપાયેલા તસ્કરને ઓળખ્યો. તે ચીસ પાડી ઊઠી.. ને તત્ક્ષણ બેભાન થઈ ધરણી પર ઢળી પડી.
રાત વેરણ થઈ પડી.. એ ભાનમાં આવી... એનું ફૂલશું હૈયું ચીસ પાડી ઊડ્યું. ન જીરવી શકાય એવી વેદનાથી તે વ્યાકુળ બની ગઈ. આંખોમાંથી કરુણ વેદના વરસી પડી. અશ્રુનાં પૂર ઊમટ્યાં, વિચારશૂન્ય થઈ ગઈ... આખી રાત રડતી રહી. ત્યાં એને આશ્વાસન આપનાર કોણ હતું?
પ્રભાત થયું. તસ્કરે સુંદર વસ્ત્રો પહેર્યો. મૂલ્યવાન અલંકારો ધારણ કર્યા... પાન ચાવીને હોઠ લાલ કર્યા.. ને ગુણમંજરી પાસે આવ્યો. ગુણમંજરી સાવધાન થઈ ગઈ. પોતાની કાયાને સંકોચીને બેસી ગઈ.
ભય ન પામ, કુમારી! અહીં તને કોઈ દુઃખ નહીં પડે... તારા પિતા જો ઉપરના નગરના રાજા છે તો હું ભૂગર્ભનગરનો રાજા છું! જેટલી સંપત્તિ તારા પિતા પાસે છે એના કરતાંય વધુ સંપત્તિ મારી પાસે છે.. અને જરા મારી સામે જો. એક સુંદર યુવાન રાજકુમાર કરતાં જરાય ઊતરતી મારી કાયા નથી! એક સ્ત્રીને શું જોઈએ? એ બધું જ મારી પાસે છે... તને હું મારી રાણી બનાવીશ.... હા હા હા..'
તસ્કરના અટ્ટહાસ્યથી વિશાળ ગુફાનો એ ગુપ્ત આવાસ ગુંજી ઊઠ્યો. રાજકુમારી થરથરી ઊઠી.. તેની આંખો ભયાકુલ બની ગઈ.
કહે, મારી વાત તને માન્ય છે ને? તું મને પ્રત્યુત્તર આપ.”
ના, એ કદાપિ નહીં બની શકે.. રાજ કુમારી ઊભી થઈ ગઈ. તેનો ભય જતો રહ્યો... તેની આંખોમાંથી આગ ઝરવા લાગી.
તો તું અહીંથી જઈ પણ નહીં શકે!
For Private And Personal Use Only