________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
પ્રીત કિયે દુઃખ હોય મહારાજાએ વિમલયશના માથે હાથ મૂકીને કહ્યું: “ના ના, વિમલ... તું એ ચોરને પકડવા ન જઈશ... એ ચોર ભયંકર છે. જે જે એને પકડવા ગયા... તે બધા જ લૂંટાયા... હું પણ લૂંટાયો... મારી રાજકુમારીને એ દુષ્ટ ઉપાડી ગયો...' “મહારાજા, પેલો પંખો લાવો, મહારાણીને હું ભાનમાં લાવું છું.' પંખો લાવવામાં આવ્યો. વિમલયશ પંખાથી રાણીને હવા નાંખી. રાણી ભાનમાં આવી. તેણે વિમલયશને જોયો... તે વિમલયશને વળગી પડી... ને કરુણ રૂદન કરવા લાગી.
“માતાજી, આપ રૂદન ન કરો. ગુણમંજરીને એ ચોર પાતાળમાં લઈ ગયો હશે તો હું પાતાળમાંથી લઈ આવીશ. તે દરિયામાં છુપાયો હશે તો દરિયામાંથી લઈ આવીશ.. હવે તમે ચિંતા ન કરો... સ્વસ્થ થાઓ. શું તમને આ વિમલયશ પર વિશ્વાસ નથી?'
બેટા, તારા પર તો મને પૂરો વિશ્વાસ છે જ, પરંતુ આ ચોર તો..” ખૂબ ક્રૂર છે ને? ભલે ક્રૂર હોય, એને હું જીવતો પકડીશ”
ના ના, વિમલયશ... તારે આ સાહસ ન કરવું જોઈએ.. નથી ને એ દુષ્ટ તને જ..” મહારાજાની આંખો ભીની થઈ ગઈ.
મને ઉપાડી જશે, એમ કહો છો ને? સાચી વાત છે, આજ સુધી જે બન્યું છે. તેના આધારે આપ આવું જ અનુમાન કરો. પરંતુ આપે હજુ આ વિમલયશની શક્તિ જોઈ નથી! કળા જોઈ છે, પરંતુ શક્તિ નથી જોઈ! આ પ્રસંગે હું મારી શક્તિનો આપને પરિચય આપીશ. શ્રી નવકારમંત્રના અચિન્ત પ્રભાવથી શું શક્ય નથી આ સંસારમાં? આપ નિશ્ચિત રહો..”
અને, જો તું ચોરને પકડીશ, રાજકુમારીને લઈ આવીશ. તો મારું અડધું રાજ્ય તારું... અને રાજ કુમારી તારી...'
વિમલયશના શરીરે રોમાંચ થઈ ગયો. તેણે રાજા-રાણીને પ્રણામ કર્યા અને પોતાના મહેલે આવી ગયો.
0
0
0
For Private And Personal Use Only