________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૨૧૫
‘કુમાર, તમે જાદુઈ પંખો બનાવીને ભારેમાં ભારે તાવ ઉતારી શકો છો. તો શું એવો કોઈ જાદુ નથી... કે રાજકુમારી જ્યાં હોય ત્યાંથી પાછી લાવી શકાય ?’
વિમલયશે માલતીની આંખોમાં વેદનાભરી યાચના જોઈ... જો કે એના પોતાના હૃદયમાં અકથ્ય વેદના ઊભરાઈ હતી. ગુણમંજરી પ્રત્યેનો તીવ્ર સખ્યભાવ... તેના અંતઃકરણમાં જીવંત હતો... માલતીના પ્રશ્નનો જવાબ આપે એ પહેલાં રાજમાર્ગ પર જોરજોરથી ઢોલ વાગી ઊઠ્યાં. ત્યાર પછી એક રાજપુરુષની ઘોષણા થઈ. વિમલયશ દોડીને ઝરૂખે પહોંચી ગયો.
બેનાતટના નગરજનો સાંભળો... ભયંકર જુલમી ચોર રાજકુમારીનું અપહરણ કરી ગયો છે. જે કોઈ વીર પુરુષ રાજકુમારીને જીવતી પાછી લઈ આવશે, તેને મહારાજા પોતાનું અર્ધરાજ્ય આપશે અને રાજકુમારી તેને પરણાવશે!'
વિમલયશ એક પળનોય વિલંબ કર્યા વિના મહેલમાંથી બહાર આવ્યો. ઘોષણા કરનાર રાજપુરુષ પાસે જઈ તેણે ઘોષણાને ઝીલી લીધી.
‘જાઓ, મહારાજાને કર્યો કે એ ચોર અને રાજકુમારીને... કાલે પ્રભાતે મહારાજાનાં ચરણોમાં હાજર કરીશ.'
માલતીના આનંદનો પાર ન રહ્યો. વિમલયશ મહેલમાં આવ્યો... માલતીએ વિમલયશનાં ઓવારણાં લીધાં,
‘માલતી, તું અહીં રહેજે, હું રાજમહેલે જાઉં છું. મહારાજા કરતાંય વધુ આશ્વાસનની જરૂ૨ છે મહારાણીને.'
‘હા, હા, કુમાર, મહારાણીને જઈને આશ્વાસન આપો, નહીંતર એ રાણીના પ્રાણ નીકળી જશે. ગુણમંજરી તો રાણીને પ્રાણ કરતાંય અધિક વહાલી છે...’
વિમલયશ ત્વરિત ગતિથી રાજમહેલમાં આવ્યો. રાજમહેલમાં વિમલયશની જ વાતો થઈ રહી હતી. ‘મહારાજાની ઘોષણા વિમલયશે ઝીલી છે,' એ જાણીને કોઈ પ્રસન્ન થયા છે, કોઈ ભયભીત થયા છે... વિમલયશ સીધો અંતેપુરમાં પહોંચ્યો.
મહારાણીએ ભાન ગુમાવેલું હતું. મહારાજા આક્રંદ કરી રહ્યા હતા. મંત્રીઓ કર્તવ્યમૂઢ બનીને બેઠા હતા...
વિમલયશે મહારાજાને પ્રણામ કરીને કહ્યું :
‘હે કૃપાવંત, આપ ધૈર્ય ધારણ કરો, સ્વસ્થ બનો. આવતી કાલે પ્રભાતે ગુણમંજરીને આપની સમક્ષ હાજર કરીશ. આપ ઉદ્વેગને દૂર કરો. મહારાણીને ભાનમાં લાવો.'
For Private And Personal Use Only