________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
પ્રીત કિયે દુઃખ હોય પછી સરોવરમાં પડેલા મહારાજાનું શું થયું?' વિમલયશ ખૂબ ઉદ્વિગ્ન... અશાન્ત બની ગયો.
મહારાજા જેને ચોરનું માથું માનતા હતા. તે તો સફેદ રંગથી રંગેલું માટલું હતું જેવું માટલું હાથમાં આવ્યું. મહારાજા ચોંકી ઊઠ્યા. તેમણે કિનારા તરફ જોયું તો ધોબીય નહોતો... કે ઘોડોય ન હતો.... માત્ર ગધેડું ઊભું હતું! તેઓ ત્વરિત ગતિથી તરતા તરતા કિનારે આવ્યા. તેઓ સમજી ગયા હતા... કે “એ ધોબી જ ચોર હતો!
તેઓ ભીના અધોવસ્ત્ર સાથે દરવાજે આવ્યા, પણ દ્વારરક્ષકોએ દરવાજો ન ખોલ્યો. મહારાજાએ દ્વારરક્ષકોને ઘણું સમજાવ્યા.. જે ઘટના બની હતી તે કહી સંભળાવી.. પણ કારરક્ષકો કોઈ વાત માનવા જ તૈયાર ન હતા... આખી રાત મહારાજાએ કિલ્લાની બહાર વિતાવી. પ્રભાતે જ્યારે દ્વાર ખૂલ્યાં... ત્યારે મહારાજા ચૂપચાપ રાજમહેલમાં આવી ગયા. પોતાના આવાસમાં જઈ બીજાં વસ્ત્રો પહેરીને તેઓ મહારાણી પાસે ગયા. મહારાણીએ કહ્યું:
તમે તો બે ઘટિકામાં પાછા આવવાનું કહીને ગયા હતા. ને આખી રાત વિતાવીને આવ્યા? ગુણમંજરી આવી ગઈને?'
તું શું વાત કરે છે?” મહારાજા ભયથી ધ્રૂજી ઊઠ્યા.
કેમ, બીજો પ્રહર પૂર્ણ થઈ ગયો હતો. ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો... ને તમે આવીને મને કહ્યું કે “ચર પકડાઈ ગયો છે ને હવે હું ગુણમંજરીને લઈને મહાકાળના મંદિરે જઈશ... મીઠાઈનો થાળ ચઢાવવાની માનતા માની છે...' પછી તમે ગુણમંજરીને લઈ ઘોડા પર બેસીને ગયા....'
રાજા રડી પડ્યા... “અરેરે.. મારી કુમારીને ચોર ઉપાડી ગયો...'મહારાણીને મહારાજાએ જ્યારે બધી વાત કરી ત્યારે મહારાણી તો બેભાન થઈ ગયાં... સમગ્ર રાજમહેલમાં ગુણમંજરીના અપહરણથી કાળો કેર વર્તાઈ ગયો છે...”
પછી મહારાજાએ શું કર્યું?” “એ હું જાણતી નથી. આટલી વાત સાંભળીને... સધી તમારી પાસે દોડી આવી છું કુમાર...”
વિમલયશ ઊભો થઈને વ્યગ્રચિત્તે ખંડમાં આંટા મારવા લાગ્યો. માલતી મૂઢ બનીને વિમલયશને જોઈ રહી... તે ધીરેથી બોલી: “કુમાર!' વિમલયશે માલતી સામે જોયું.
For Private And Personal Use Only