________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
પ્રીત કિયે દુઃખ હોય કહેતો ધોબી પોતાના ગર્દભને હાંકતો સરોવર તરફ ચાલ્યો ગયો.
મહારાજા અશ્વારૂઢ બની ચારેય દરવાજે જઈ આવ્યા.
રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થવાથી તૈયારી હતી... ત્યાં સરોવર તરફથી ધોબીની તીવ્ર ચીસ સંભળાઈ... મહારાજાએ સુભટોને કહ્યું: “તમે અહીં ખુલ્લી તલવારે ઊભા રહેજો. હું સરોવર-તીરે જાઉં છું. કદાચ ચોર ભાગીને આ બાજુ આવે તો જીવતો કે મરેલો... પકડી લેજો...'
મહારાજા અશ્વારૂઢ બની ત્વરિત ગતિથી સરોવર કિનારે પહોંચ્યા. ત્યાં ધોબી દોડતો સામે આવ્યો.... ને બોલ્યો:
મહારાજા, ચોર આવ્યો' તો.... મેં બૂમો પાડી એટલે સરોવરમાં કૂદી પડ્યો... જુઓ, પેલો દૂર... તરતો જાય છે. એનું માથું દેખાય છે..'
ધોબી ગભરાયેલો હતો. મહારાજાએ કહ્યું: “હવે એ માર્યો સમજ. લે, મારો ઘોડો પકડ, મારાં વસ્ત્રો સંભાળ. બસ, હું સરોવરમાં એનો પીછો કરીશ...' એમ કહીને મહારાજાએ ઘોડો, વસ્ત્ર, મુગટ અને બીજાં શસ્ત્રો ધોબીને સોંપીને, માત્ર એક કટારી લઈને સરોવરમાં ચોરનો પીછો કર્યો. તરતા તરતા મહારાજા આગળ વધી ગયા... ત્યાં પેલા ધોબીએ મહારાજાનાં કપડાં પહેરી લીધાં... માથે મુગટ મૂકી દીધો... ઘોડા પર બેસી ગયો... મોટું પણ મહારાજા જેવું બનાવી દીધું...'
એ ધોબી જ ચોર હતો?'
હા, કુમાર! એ ઘોડે બેસીને કિલ્લાના દરવાજે આવ્યો.. ને સુભટોને ઇશારાથી સમજાવી દીધું કે “મેં ચોરને મારી નાંખ્યો છે!” એટલે સુભટો ચાલ્યા ગયા. દ્વારરક્ષકે કિલ્લાનાં દ્વાર બંધ કરી દીધાં.
બનાવટી રાજા રાજમહેલમાં આવ્યો. મહારાણી પાસે ગયો. દીપકો મંદમંદ સળગતા હતા. તેણે મહારાણીને કહ્યું: “હું ગુણમંજરીને સાથે લઈ જાઉં છું... ચોર પકડાઈ ગયો છે... મેં માનતા માની હતી કે “ચોર પકડાઈ જશે તો તુરત જ ગુણમંજરીની સાથે હું મહાકાળી દેવનાં દર્શન કરીશ અને મીઠાઈનો થાળ ધરાવીશ. બે ઘટીકામાં જ અમે પાછાં આવી જઈશું...” મહારાણી આનંદિત થઈ ગયાં... ગુણમંજરીને જગાડી.. અને બનાવટી રાજા સાથે રવાના કરી. ગુણમંજરી અર્ધજાગ્રત દશામાં હતી, રાજાની સાથે ઘોડા પર બેસી ગઈ... અને ઘોડો પૂરપાટ... નગરના પશ્ચિમ દ્વારેથી બહાર નીકળી ગયો.'
For Private And Personal Use Only