________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
પ્રીત કિયે દુઃખ હોય “માલતી, શું તને એ જાણવા મળ્યું કે ચોર કેવી રીતે અપહરણ કરી ગયો?”
હા જી, હું બધી જ વિગત જાણીને આવી છું. રાજમહેલમાંથી જ દોડી આવી છું. સાંભળો એ સમગ્ર વૃત્તાંત...” માલતી વિમલયશની પાસે બેસી ગઈ.
ગત રાત્રિમાં મહારાજા પોતે ચોરને પકડવા માટે ચુનંદા સુભટ સાથે નીકળ્યા હતા. તેમણે કિલ્લાની ચારે દ્વારો પર સુભટોની ચોકી ગોઠવી હતી અને પોતે પૂર્વદિશાના દરવાજે શસ્ત્રસજ્જ થઈને ઊભા હતા.
પ્રથમ પ્રહર પૂરો થવાની તૈયારી હતી, ને પૂર્વ દિશાના દરવાજા પાસે નગરમાંથી એક માણસ ગર્દભ ઉપર કપડાંની ગાંસડી નાંખીને આવ્યો. મહારાજાએ પૂછ્યું: “કોણ છે તું? અત્યારે ક્યાં જાય છે?”
મહારાજા, હું આપનો જ સેવક છું... રજક-ધોબી છું... મહારાણીજીનાં વસ્ત્રો હું જ ધોવું છું.'
પણ અત્યારે ક્યાં જાય છે?'
કૃપાવતાર, મહારાણી તો પદ્મિની નારી છે. તેમનાં વસ્ત્રોમાં એવી સુગંધ હોય છે કે... ભ્રમરોનાં ટોળાં... દિવસે આવી જાય છે... ને કપડાં ધોવા દેતાં નથી... માટે રાત્રે જ તેમનાં કપડાં હું ધોવું છું. સરોવર-કિનારે અત્યારે શાંતિથી કપડાં ધોઈશ..” ધોબીએ બે હાથ જોડીને કહ્યું.
‘તારી વાત સાચી, પણ તને ખબર છે ને કે આઠ-આઠ દિવસથી ચોરનો ભારે ઉપદ્રવ છે...”
મહારાજ, આપ જેવા મારા સ્વામી... દરવાજે ઊભા હોય... પછી મને ભય શાનો?' ગર્દભના માથે હાથ ફેરવતો ધોબી બોલ્યો.
“ભલે, જા સરોવર-તીરે, પરંતુ જો ચોર ત્યાં આવી જાય... કે તને દેખાઈ જાય તો મોટેથી બૂમ પાડજે. હું ઘોડા પર બેસીને તુરત જ ત્યાં આવી જઈશ.”
આપની કૃપા મહાન છે મહારાજા...અવશ્ય, ચોર દેખાતાં જ બૂમ પાડીશ આપ તુરત જ આવી જજો... ચોર આજે પકડાઈ જ જવાનો.. હા, એને ખબર પડી હશે કે હું મહારાણીનાં મૂલ્યવાન વસ્ત્રો લઈને સરોવરતીરે ધોવા જાઉં છું... તો એ કપડાંની લાલચથી કદાચ આવી જાય.. ખરી વાત છે આપની... પણ આજે એના માથે કાળ-નગારાં વાગે છે... બાપલા...' એમ
For Private And Personal Use Only