________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫
પ્રાભાતિક કાર્યોથી પરવારીને વિમલયશ રાજમહેલમાં જવાનો વિચાર કરતો હતો. સાત-આઠ દિવસથી તે રાજસભામાં કે રાજમહેલમાં ગયો જ ન હતો. માલતી પાસેથી ચોરનાં પરાક્રમો સાંભળ્યા પછી વિમલયશે આજે મહારાજા પાસે જવાનો વિચાર કર્યો હતો. માલતી વિમલયશ માટે દુગ્ધપાન તૈયાર કરીને ઉદ્યાનમાં પોતાના ઘરે ચાલી ગઈ હતી. ઘરનું કામ ઝડપથી પતાવીને રાજમહેલમાં પહોંચી ગઈ હતી. ચોરના નવા ઉપદ્રવનો વૃત્તાંત જાણવાની એને તાલાવેલી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોરના નવા પરાક્રમનો વૃત્તાંત જાણીને માલતીના શ્વાસ અદ્ધર થઈ ગયા... તે બેબાકળી બની ગઈ અને વિમલયશ પાસે દોડી આવી... વિમલયશ પાસે આવીને જમીન પર બેસી પડી... માલતીની હાલત જોતાં જ વિમલયશને લાગ્યું કે કોઈ મોટો અનર્થ બની ગયો છે! તેણે માલતીને પૂછ્યું:
‘માલતી, કેમ આટલી બધી વિહ્વળ છે? તારી આંખોમાં આંસુ...! શું તારો પતિ લૂંટાયો?’
‘ના રે કુમાર, પતિ લૂંટાયો હોત તો વાંધો જ ન હતો... આ તો મહારાજા પોતે લૂંટાઈ ગયા...’
‘પણ તેથી તારી આંખોમાં આંસુ...?'
‘કુમાર, વૃત્તાંત સાંભળીને... તમારી આંખો પણ વરસવા લાગશે...’
નાખી.
‘તો જલદી કહે, એવું શું બની ગયું?'
‘રાજકુમારી ગુણમંજરીનું અપહરણ થઈ ગયું છે કુમાર...'
‘હૈં?’વિમલયશ ઊભો થઈ ગયો. માલતીના બે ખભા પકડીને તેને હચમચાવી
‘માલતી, તું શું સાચી વાત કરે છે?’
‘કુમાર, તમારી સમક્ષ હું ક્યારે પણ અસત્ય બોલું ખરી? તદ્દન સત્ય વાત છે. રાજમહેલમાં ફાળો કલ્પાંત થઈ રહ્યો છે...’
વિમલયશ અસ્વસ્થ બની ગયો. તેણે માલતીને પૂછ્યું:
For Private And Personal Use Only